GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારના પ્લાસ્ટિકમુક્ત ગુજરાત અભિયાનને વધુ વેગ આપવા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ લાવવાના હેતુસર રાજકોટ જિલ્લામાં આવેલી સફાયર રીક્લેમ રબર કંપની દ્વારા ગત તા. ૨૬ મેના રોજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિંગલ યુઝ પ્લાસ્ટિકની પર્યાવરણ પર થતી હાનિકારક અસરો વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી અને તેના વૈકલ્પિક ઉપયોગો અપનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ પ્લાસ્ટિકમુક્ત જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!