બાલાસિનોર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીએ કબડ્ડીમાં મારી બાજી, શેખ તલ્હાની નેશનલ ટીમમાં પસંદગી: સપ્ટેમ્બરમાં ઇન્દોર ખાતે રમશે નેશનલ ચેમ્પિયનશિપ.

તારીખ ૦૨/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલી બાલાસિનોર પબ્લિક સ્કૂલ માટે ગૌરવની ક્ષણ આવી છે. શાળાના હોનહાર ખેલાડી શેખ તલ્હાએ કબડ્ડી રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નેશનલ લેવલે પસંદગી મેળવી છે. ત્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે યોજાયેલા ટ્રાયલમાં શેખ તલ્હાએ પોતાના શાનદાર ડિફેન્સ કૌશલ્યથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે અંડર-૧૭ ભાઈઓની કબડ્ડી ટીમમાં તેની નેશનલ લેવલે પસંદગી કરવામાં આવી છે.હવે આ ખેલાડી આવનાર સપ્ટેમ્બર માસમાં ઇન્દોર ખાતે યોજાનારી 14th IGSFI (Indian Games and Sports Federation of India) કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.આ સિદ્ધિ પાછળ ખેલાડીનો અદમ્ય ઉત્સાહ અને શાળાના કોચ મલેક મોહંમદ શાનીની અથાગ મહેનત રહેલી છે. આ સફળતા બદલ અંજુમન ટ્રસ્ટ, શાળા પરિવાર અને સંકુલની તમામ સંસ્થાઓ દ્વારા કોચ અને વિજેતા ખેલાડીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને આગામી નેશનલ ચેમ્પિયનશિપમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળા અને સંસ્થાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.







