BANASKANTHADANTIWADA

રોટરી ક્લબ ડીસા તથા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના સયુંક્ત ઉપક્રમે વ્યાસન મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં  કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી અને  એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગ,  કોલેજ ઓફ બેઝિક સાયન્સ અને હ્યુમેનીટીસ તથા રોટરી ક્લબ, ડીસાના સંયુક્ત ઉપક્રમે સહયોગથી વ્યાસન મુક્તિ અંગે  તા.૧૫/૦૯/૨૦૨૩ ના રોજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સદર કાર્યક્રમમાં કુલ ૧૫૦ જેટલા વિધ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજ કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં મહાવિધ્યાલયના આચાર્યશ્રી ડો. વી. એમ. મોદીએ રોટરી કલબના પ્રેસિડેન્ટ અને આઈ સર્જન, ડૉ.ડીકેશ ગોહેલ, ડૉ.મોના ગાંધી, સેક્રેટરી, રોટરી ક્લબ તથા અન્ય મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તથા પ્રસંગોચિત ઉદબોધન કર્યું.  ડો. ધવલ પ્રજાપતિએ વ્યાસન મુક્તિ દ્રારા ખુશહાલ જીવન વિષયક રોચક વ્યાખ્યાન આપ્યું. ડો. ચિંતન આચાર્ય દ્રારા તમાકું  તથા અન્ય નશાયુકત પદાર્થોના વ્યસનથી થતી ગભીર અસરો વિષે વાફેક કર્યા. અત્રેની યુનીવર્સીટી ખાતે ચાલતા HIV-AIDS સેલના નોડલ ઓફિસર ડૉ.પ્રીતિ દવેએ HIV અને AIDS ના ચેપ અને તેનાથી બચવાના ઉપાયો વિષે વિસ્તૃત માહિતી આપી. રોટરી કલબના પ્રેસિડેન્ટ  ડૉ.ડીકેશ ગોહેલે સર્વેને નશા મુક્તિ માટે સપથ લેવડાવ્યા.  કાર્યક્રમના અંતમાં રોટરી કલબના ધનંજય ત્રિવેદી દ્વારા સર્વેનો આભાર માનવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનુ આયોજન તેમજ સંચાલન ડો. વી. એમ. મોદી, આચાર્ય અને ડીનશ્રી, કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી અને  એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગ તેમજ એચ.એસ.ભદોરિયા, આચાર્ય અને ડીનશ્રી, કોલેજ ઓફ બેઝિક સાયન્સ અને હ્યુમેનીટીસના રાહબરી હેઠળ મહાવિધ્યાલયની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!