જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુરમાં ફ્રેશર્સ- મીટ કાર્યક્રમ યોજાયો
જી.ડી મોદી વિદ્યા સંકુલના ઓપનએર થિયેટરમાં બી.એ. અને એમ.એ. ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો ફ્રેશર્સ મીટ- 2024 નું આયોજન પ્રિ.ડો.એસ જી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફના સહકારથી કરવામાં આવ્યું હતું. જી.ડી મોદી વિદ્યા સંકુલના કેમ્પસ નિયામક શ્રી ડો.પરીખ અને પ્રિ.ડો.ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આરંભ વેદ-મંત્રોચ્ચારથી કરવામાં આવ્યો. ત્યાર બાદ પ્રિ.ચૌહાણ સાહેબ દ્વારા સ્વાગત-પ્રવચન, કોલેજ અને કેમ્પસનો પરિચય તેમજ N .E.P નું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અધ્યાપકો દ્વારા સ્ટાફ પરિચય ,કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિ પરિચય તેમજ વિશિષ્ટ સિદ્ધિઓથી વિદ્યાર્થીઓને અવગત કરાયા હતા. કેમ્પસ નિયામક શ્રી ડો.પરીખ સાહેબના પ્રેરણાત્મક વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેઇટ કરાયા હતા. અંતે,આભાર વિધિ અને રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો હતો. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ.સુરેખા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફનું વિશેષ પ્રદાન રહ્યું હતું. વિદ્યાર્થીઓ સમગ્ર કેમ્પસ, કોલેજ સ્ટાફ,વિવિધ પ્રવત્તિઓવગેરેથીસુપરિચિત થાય તેવા શભાશયથી પ્રતિવર્ષની જેમ ફ્રેશર્સ મીટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.