BANASKANTHADEESA

ડીસા ટ્યુશન ક્લાસીસ એસોસિએશન શિક્ષક મિત્રો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ટ્યુશન ક્લાસીસ એસોસિએશન ડીસા દ્વારા એસોસિયેશનનાં શિક્ષક મિત્રો અને તેમના પરિવારનું સ્નેહ મિલન અને ભોજન સમારંભ કાર્યક્રમનું આયોજન ડીસા ખાતે આવેલ સ્પાર્કલીંગ હોટેલ ખાતે કરેલ હતું.
તેમાં મૂખ્ય મહેમાન તરીકે ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન પ્રકાશભાઈ દવે અને ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ રાયગોર સાહેબ ઉપસ્થિત રહ્યા, કાર્યક્રમમાં શિક્ષક મિત્રો દ્વારા તેમનું શ્રી રામ ભગવાનની પ્રતિમા આપી, સાલ અને પુષ્પ ગુચ્છ થી સન્માન કરવામાં આવેલ તેમજ એસોસિએશનનાં સર્વે શિક્ષક મિત્રોનાં પરિવાર સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી સાહેબ સાથે ભોજન પ્રસાદ લીધો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન ટ્યુશન ક્લાસિસ એસોસિયેશનનાં પ્રમુખશ્રી મનોજભાઈ ઠક્કર અને મહામંત્રી શ્રી પુરુષોત્તમભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાના શિક્ષક અંકુરભાઈ ચોખાવાલા તેમજ અન્ય શિક્ષક ચેતનભાઇ સોની, રજનીભાઈ પરમાર, કિરણભાઈ સોની, મહેશભાઈ, જીગ્નેશભાઈ પંચાલ, રવિભાઈ અખાણી જેવા શિક્ષકો હાજરી આપી હતી.

Back to top button
error: Content is protected !!