અંબાજી પોલીસ સ્ટેશન મા વેપારીઓ અને ગ્રામજનો સાથે પોલીસ ની મીટીંગ યોજાઈ, અંબાજી મા સુરક્ષા,સલામતી માટે વધારો કરાશે
અંબાજી પોલીસ સ્ટેશન ખાતે આજે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી ડો.જીગ્નેશ ગામીત ની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં અંબાજી ના પી.આઇ, પી.એસ.આઇ, સાથે તમામ પોલીસ સ્ટાફ સાથે અંબાજીના વેપારીઓ દુકાનદારો, આવેવાનો આ મિટિંગ મા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ મિટિંગ મા છેલ્લા બે-ત્રણ મહિનામાં અંબાજી ની કાયદા વ્યવસ્થાને લઈને અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. અંબાજીના વેપારીઓ અને સોસાયટીના રહીશો દ્વારા ચોરીઓ, મોબાઈલ છીનવી લેવા, બાઈક ચોરી જેવી અનેકો બાબતની રજૂઆત કરાઈ હતી.31 જુલાઈના રોજ શક્તિપીઠ અંબાજી પોલીસની નબળી કામગીરી અને ગુંડા તત્વોના લીધે સંપૂર્ણ બંધ રહ્યું હતું. ત્યાર બાદ અંબાજી પોલીસ અને જિલ્લા પોલીસ વડા દ્વારા અંબાજી ગ્રામજનો અને વેપારીઓ ને ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ લગાવવા આશ્વાસન આપ્યું હતું. ત્યાર બાદ આજે અંબાજી પોલીસ સ્ટેશન પોલીસે જણાવ્યું હતું કે અંબાજી ખાતે એક અલગ ગાડી પણ ફાળવવામાં આવી છે.રાત્રે અને દિવસે પણ વધુ પ્રમાણમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. વધુ મા ઘોડે સવાર પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરશે.આજે યોજાયેલી સમિતિની બેઠકમાં ડીવાયએસપી અને પીઆઈએ પોતાનો મોબાઈલ નંબર પણ હાજર બેઠક મા તમામ લોકોને આપ્યો હતો.અનિચ્છનીય કોઈપણ ઘટના બનેતો તાત્કાલિક પોલીસમાં અથવા પોલીસ અધિકારીને ફોન દ્વારા જાણ કરવી, તેવું જણાવવામાં આવ્યું હતું.