BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાના બાદરપુરા ( ખોડલા) પ્રાથમિક શાળાના બાળકોને અંધશ્રદ્ધા નિર્મૂલન જાણકારી અંગે જાદુના ખેલ નો કાર્યક્રમ યોજાયો

26 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

બેગલેશ ડે કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળા ના બાળકોને જાદુગર વિશ્વા( પ્રકાશભાઈ જોષી) જેઓ વગદા ગામના વતની છે.આર્ટ ઓફ મેજીક દ્વારા લુપ્ત થતી જાદુ ક્લાને જીવંત રાખવા માટેનો તેમનો પ્રયાસ છે. તેમના દ્વારા બાદરપુરા ( ખોડલા) પ્રાથમિક શાળામાં જાદુના ખેલ બતાવવામાં આવ્યા.જાદુના ખેલની સાથે સાથે બાળકોને અંધશ્રદ્ધા,અન્ન અને જળનો બચાવ,પર્યાવરણ બચાવો વગેરે જેવી બાબતો ની જાગૃતિ માટેની વાત કરવામાં આવી બાળકોએ ખૂબ ઉત્સાહભેર કાર્યક્રમને માણ્યો.મોટાભાગના બાળકોએ પ્રથમ વખત જ જાદુના ખેલનો અનુભવ કરતા હોઇ ખૂબ જ ઉત્સાહિત હતા.આ કાર્યક્રમ શાળાના તમામ બાળકો તથા શિક્ષક મિત્રોએ નિહાળ્યો હતો અને આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા સારો સહકાર આપવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!