આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં “શિક્ષક સજ્જતા અને શિક્ષક ધર્મ” મોટીવેશન સેમિનાર યોજાયો
28 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં તા-26 જુલાઈ 24 ના રોજ આદર્શ શૈક્ષણિક સંકુલના સમગ્ર સ્ટાફ મિત્રો માટે “શિક્ષક સજ્જતા અને શિક્ષક ધર્મ” મોટીવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી વી.વી.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, સહમંત્રીશ્રી રામજીભાઈ ચૌધરી અને સભ્યશ્રી ખુમજીભાઈ ચૌધરી તથા નારાયણભાઈ ચૌધરી અને મોટીવેશનલ સ્પીકર તરીકે માનવ વિકાસ સૂઝ સંસ્થાના પ્રણેતાશ્રી દેવરાજભાઈ ચૌધરી તથા સંસ્થામાં કાર્યરત વિવિધ ફેકલ્ટીઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટીવેશનલ સ્પીકરશ્રી દેવજીભાઈ ચૌધરીએ ‘શિક્ષક એટલે.. શિક્ષણ આપનાર, ક્ષમા આપનાર/શિખવનાર, કળામાં નિપૂણ તથા બુદ્ધિમાન, ઉત્સાહી, પ્રેમાળ, સહકારની ભાવના રાખનાર, નમ્ર/વિનયી, પ્રોત્સાહન આપનાર અને વિશ્વાસપાત્ર વગેરે વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે પવિત્ર ત્રિવેણી સંગમ: CHALK-TALK-WALK જેવી શબ્દાવલી દ્વારા પ્રેરકબળ પૂરું પાડ્યું હતું. તથા “ક્યારેક ઉદાસીન આગ છે જિંદગી; ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી; હસતો અને રડાવતો રાગ છે જિંદગી; પણ આખરે તો કરેલા કર્મોનો જવાબ છે જિંદગી” જેવી ઉક્તિઓ- સૂક્તિઓ દ્વારા શિક્ષકોને ઊર્જાવાન બનાવી કર્મના સિદ્ધાંતને ઉજાગર કર્યો હતો.આમ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓના માર્ગદર્શન અને પ્રેરણા થકી સમગ્ર સેમિનારનું સુચારુ આયોજન થયું હતું.