આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે સ્વ.મુકેશભાઈ એસ. ચૌધરી (દદુ) નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

20 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે સ્વ.મુકેશભાઈ એસ. ચૌધરી (દદુ) નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર અને વિસનગર શહેર ચૌધરી સમાજના સંયુક્ત ઉપક્રમે સ્વ. મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી (દદુ) નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. જેમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓ તથા વિસનગર શહેર ચૌધરી સમાજના પ્રમુખશ્રી અને કારોબારી સભ્યશ્રીઓ તથા વિસનગર શહેર ચૌધરી સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વ.મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી (દદુ)ના પવિત્ર અને નિર્મળ આત્માને પુષ્પાંજલિ અર્પણ કરી પવિત્ર આત્માને વૈકુંઠધામમાં સ્થાન મળે એ માટે પ્રભુને પ્રાર્થના કરી કરી હતી. આ પ્રાર્થના સભામાં શાળાની બાલિકાઓ દ્વારા “કાચી માટીનું કોડિયું…” ભજન રજૂ કરી સમગ્ર વાતાવરણ કરુણામય બનાવી દીધું હતું. તથા ઉપસ્થિત સૌ કોઈના આંખોમાં પવિત્ર આત્મા માટે લાગણીની અશ્રુધારા વહી હતી.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડો.સુરેશભાઈ ચૌધરી, વિસનગર શહેર ચૌધરી સમાજના પ્રમુખશ્રી પ્રવીણભાઈ આર.ચૌધરી તથા શહેર સમાજના કારોબારી સભ્યશ્રી મુકેશભાઈ ચૌધરી એ સમાજના વીર યુવાન સ્વ.મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી (દદુ) ના સમાજ ઉપયોગી સેવા કાર્યોને યાદ કરી શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.






