BANASKANTHADANTIWADA

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ઉમંગ કાર્યક્રમ અંતર્ગત એક બૌધિક વ્યાખ્યાનનુ આયોજન કરવામાં આવ્યુ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે અત્રેની યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણના અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટીના કર્મચારીઓ, તેમના પરિવારજનો તથા વિધાર્થીઓ તન અને મનથી પ્રફુલ્લિત રહે અને તેમની કાર્યક્ષમતામા વધારો થાય તે હેતુથી ”ઉમંગ” કાર્યક્રમ અંતર્ગત એક બૌધિક વ્યાખ્યાનનુ તારીખ ૦૭/૦૫/૨૦૨૩ના રોજ નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણની કચેરી દ્વારા વીર સાવરકર હોલ, યુનીવર્સિટી ભવન ખાતે આયોજન કરવામાં આવેલ હતું.

સદર કાર્યક્રમની શરુઆતમા નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણે કાર્યક્રમમા ઉપસ્થીત સર્વેને શબ્દોથી આવકાર્યા અને કાર્યક્રમનો હેતુ સમજાવ્યો અને ત્યારબાદ સમુહ પ્રાર્થના કરી કાર્યક્રમ શરુ કરવામા આવ્યો. માન.કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણે પોતાના બૌધિક વ્યાખ્યાનમા જણાવ્યુ કે, હાલની આ ભાગ દોડ ભરી અતિ વ્યસ્ત જિંદગીમા જો આપણે તન અને મનથી તંદુરસ્ત રહેશુ તો કોઇ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકીશુ. અને તન અને મનથી પ્રફુલ્લિત અને તંદુરસ્ત રહેવા માટે ધ્યાન, યોગ, વ્યાયામ અને પોષ્ઠીક આહાર ખુબ જ જરુરી છે અને તેનુ પોતાના જિવનમા થયેલા ફાયદાઓ અને ઉદાહરણ સાથે તેનુ મહત્વ સમજાવ્યુ. કાર્યક્રમના અંતે અત્રેની યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણ, તમામ યુનિવર્સિટી અધીકારીશ્રીઓ, ઉપસ્થિત કર્મચારીઓએ પરીવાર સાથે નર્મદા હોસ્ટેલમા વિધાર્થીઓ સાથે ભોજન લીધુ.

આ ”ઉમંગ” કાર્યક્રમ અંતર્ગત બૌધિક વ્યાખ્યાનમા તમામ યુનિવર્સીટી અધીકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમના પરીવારજનો તથા ખુબ મોટી સંખ્યામા વિધાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ ડૉ. કે.પી.ઠાકર અને તેમની સમગ્ર ટીમ તથા આચાર્ય અને ડીનશ્રી, ચી. પ. કૃષિ મહાવિધાલય ડૉ. એસ. ડી. સોલંકી અને તેમની સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવેલ અને સમગ્ર કાર્યક્રમનુ સુંદર આયોજન કરેલ હતુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!