BANASKANTHAPALANPUR

ભારત વિકાસ પરીશદ પશ્ચિમ શાખા દ્વારા આ કાળજાળ ગરમી માં ગાયો સેવા માટે 2000 કિલોગ્રામ તરબૂચ ખવડાવાયું

28 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ભારત વિકાસ પરીશદ પશ્ચિમ શાખા દ્વારા આ કાળજાળ ગરમી માં ગાયો સેવા માટે 2000 કિલોગ્રામ તરબૂચ ખવડાવાયું.પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા સંચાલિત ભારત વિકાસ પરિષદના કાયમી સેવા પ્રકલ્પ અંતર્ગત કામધેનુ ગો શાળા, લાલાવાડા ખાતે ગાયો તથા અબોલ જીવ સેવા માટે વિશેષ સેવા કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેવા કાર્યકર્મ દરમિયાન ગાયો માટે આ ઉનાળાની ગરમીમાં અંદાજિત 2000 કિલોગ્રામ તરબૂચ ખવડાવવામાં આવ્યું, જેનાથી ગાયોની સેવા અને સંરક્ષણ માટે એક ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો.કાર્યક્રમમાં શાખાના પ્રમુખ લાલજીભાઈ જુડાલ, ખજાનચી નીરવભાઈ મોઢ અને કાર્યક્રમ કન્વીનર અલ્પેશભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મહિલા સહભાગિતા તરીકે સ્મિતાબેન જોશી અને સહ સહ ભાગિતા કલ્પનાબેન મહેશ્વરી જોડાયા હતા.
આ ઉપરાંત શાખાના સભ્યો ભરતભાઈ, હર્ષદભાઈ, મયુરભાઈ, રાજેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, પિયુષભાઈ, જીગ્નેશભાઈ, કમલેશભાઈ,
પ્રવીણભાઈ તેમજ અન્ય સભ્યો અને સાથે મહિલા ટીમમાંથી અંજનાબેન, પ્રીતિબેન, ઉર્મિલાબેન સહિત અંદાજિત 25 જેટલા સભ્યો પરિવાર સાથે હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન “ગો માતા ને રાષ્ટ્ર માતા બનાવો” માટે સહી અભિયાન પણ યોજાયું હતું, જેમાં ઉપસ્થિત સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમ દ્વારા સમાજમાં ગાય સેવા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તથા સેવા અને સંસ્કારના મૂલ્યો મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!