BANASKANTHAKANKREJ

થરામાં જય સિયારામ જીવદયા ગ્રૂપ દ્વારા ચકલી ઘર તથા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.

૨૦મી માર્ચ સમગ્ર દુનિયામાં વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મનુષ્યને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે એવું વળી નવું શું છે ? બાલ્યાવસ્થામાં સૌથી પહેલાં જોયેલું, આંગણે ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી.બાળક સામજણું બરાબર બોલવાનું પણ ન આવડે અને એ બાળકને પૂછીએ કે ચકી કેમ બોલે? તો તરત કહેશે-ચીં…
ચીં..ચી… ચકલાં,ચકલી,ચકીબેન કે હાઉસ સ્પેરો એ ફક્ત ભારત દેશનું જ નહીં પરંતુ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું મનુષ્ય સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી કહેવાય.એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે!!!વિશ્વભરમાં અને ખાસ કરીને ભારત દેશમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો ચકલીને બચાવવા માટે મનુષ્ય કંઈ નહીં કરે તો ચકલીઓ ખૂબ ઝડપથી હમેશાને માટે લુપ્ત થઈ જશે ત્યારે આ ચકલીઓને બચાવવા માટે અને તેમની સંખ્યામાં વધારો થાય તે માટે કાંકરૅજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે જય સીયારામ જીવદયા ગ્રૃપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ચકલીઓને બચાવવા માટે અનોખો પ્રયાસ શરૂ કર્યો છે નિત્ય પંખીચણ તથા જીવદયાની અનેક પ્રવૃત્તિઓ થકી જીવદયાનુ કાર્ય કરે છે.દર વર્ષે ઉતરાયણપર્વ નિમિત્તે ફંડ એકત્રીત કરી ગૌસેવા કુતરોઓને લાડુ તેમજ ઉનાળામાં પક્ષીઘર માટે પાણી કુંડા, ચકકીમાળા વિતરણ કરી જીવદયા કાર્ય કરે છે.અને દર વર્ષે તેઓ ચકલી ઘર પાણીના કુંડા સહિતનું ફ્રીમાં વિતરણ કરતા હતા કરે છે.જેમાં આજરોજ ૨૦ મી માર્ચ ૨૦૨૪ ના રોજ સવારે કિશોર જનરલ સ્ટોર્સ ખાતે નગર પાલિકા કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા,મહેન્દ્રસિંહ વાઘેલા, રસિકભાઈ પ્રજાપતિ,વડા સરપંચ મોબતસિંહ વાઘેલા,જયશ્રી ઑગડ મીનરલ વૉટરના નરેન્દ્રસિંહ વાઘૅલાની ઉપસ્થિતિમાં ચકકીઘર,ચકકીમાળા,પાણી કુંડાનું વિતરણ અશોકભાઈ પ્રજાપતિ,શૈલેષભાઈ પ્રજાપતિના હસ્તે થરા નગરમાં ખરીદી અર્થે આવનાર કાંકરેજની પ્રજાને ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.આવું ભગીરથ કાર્ય જોઈ કાંકરેજની
પ્રજા અભિનંદનની વર્ષા વર્ષાવી રહી છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!