BANASKANTHALAKHANI

લાખણી ના ઐતિહાસિક હિંગળાજ માતાજી ના મંદિરે તાલુકા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું

નારણ ગોહિલ લાખણી

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ના અવિરત 12 વર્ષ ના વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ ની ઉજવણી ના ભાગરૂપે બુધવારે ભારતીય જનતા પાર્ટીના લાખણી મંડળ દ્વારા લાખણી ના હિંગળાજ માતાજી ના મંદિરે એક સાથે પ્રશંસનીય કામગીરી કરવા મા આવી તારીખ 8 જુન થી 14 જુન દરમિયાન યોજાનારા વિશેષઃ સ્વચ્છતા અભિયાન ના બુધવારે સવારે 10 કલાકે લાખણી ખાતે પ્રસિદ્ધ મંદિર હિંગળાજ માતાજી ના મંદિરે ભવ્ય સ્વચ્છતા કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેને લાખણી વિસ્તાર ભાજપ ના અને સ્થાનિક લોકો અને કાર્યકર્તા ઓ તરફથી ખુબ જ સારો પ્રતિસાદ સાંપડયો હતો આ એકતા સેવા ના કાર્યક્રમ મા દિયોદર વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ તથા લાખણી તાલુકા ભાજપ મંડળ ના સૌ હોદેદારો નવા ચુંટાયેલા જીલ્લા અને તાલુકા ના ડેલીકેટો લાખણી તાલુકા વહીવટી અઘિકારીઓ લાખણી મામલતદાર એમ.ડી.ભાવસાર અને તાલુકા વિકાસ અધિકારી પ્રહલાદજી એન ઠાકોર સહિત સ્વચ્છતા ના કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાથે મળી હિંગળાજ માતાજી મંદિર પરિસર ની સફાઈ કરી પર્યાવરણ જતન અને જાળવણી ની સુંદર સંદેશ આપ્યો હતો ઉપસ્થિત સૌ હોદેદારો અને કર્મચારીઓ ને પોતાની સેફ્ટી માટે હેન્ડ ગ્લોવ્ઝ ટોપી અને માસ્ક જેવા સધાનો આપી સફાઈ હાથ ધરાઈ હતી તમાંમ પદાધિકારીઓ અને સ્થાનિક લોકો ના સામુહિક પ્રયાસોથી આ સ્વચ્છતા અભિયાન ને સફળ અને પ્રેરણાદાયી બનાવ્યું હતુ કાર્યક્રમ ના અંતે તમાંમ ઉપસ્થિત પદાધિકારીઓને અને વહીવટી તંત્ર દ્વારા હિંગળાજ માતાજી ની આરતી કરી કાર્યક્રમ ને પુર્ણ કરવા મા આવ્યો હતો

Back to top button
error: Content is protected !!