BANASKANTHADEODAR
દિયોદર મુલક્પુર ગ્રામ પંચાયત સમરસ બની સરપંચ પદ મહિલાના હાથમાં
છેલ્લા દિવસે ૪ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
૮ વોર્ડ બિન હરીફ થયા ગામમાં ઉત્સાહ નો માહોલ
પ્રતિનિધિ :દિયોદર
દિયોદર તાલુકાની ૩૬ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે મુલકપુર ગ્રામ પંચાયત બેઠક પર ૪ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ગ્રામ પંચાયત સમરસ બની હતી જેમાં સરપંચ પદ ઉપર નિધીબેન પારસભાઈ બારોટ બિન હરીફ ચૂંટાયા હતા જેમાં ૮ વોર્ડ પણ બિન હરીફ થતાં ગામમાં ઉત્સાહ નો માહોલ જોવા મળી આવ્યો હતો મામલતદાર કચેરી ખાતે મુલકપુર ગ્રામ પંચાયત બેઠક પર કુલ ૫ માંથી ૪ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી જેમાં સરપંચ પદ મહિલાના હાથમાં આવતા ગામલોકોએ ફૂલહાર પહેરાવી શુભકામના પાઠવી હતી વિજેતા ઉમેદવારે જણાવેલ કે મારા ઉપર વિશ્વાસ મૂકી મને બિન હરીફ સરપંચ પદ આપ્યું છે તે બદલ દરેક સભ્યો અને ગામલોકોનો આભાર વ્યક્ત કરું છું