BANASKANTHATHARAD

થરા જલારામ મંદિરે અન્નકૂટ મહા આરતી બાદ ભોજન પ્રસાદ પીરસાયો

સૌરાષ્ટ્ર્ની ભુમી એટલે સંત અને સુરોની ભુમી જયાં નામી અનામી સંતોએ અઘોર ભકિત કરી ભગવાનના સાક્ષાત દર્શન કર્યા. સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરી છે.જેમાં ભકત નરસિંહ મહેતા શેઠ-શગાળશા તદ ઉપરાંત રાજકોટ જિલ્લાના નાનક્ડા વીરપુર ગામમાં જલારામ નામના ભક્તની અઘોર ભકિત થકી ભગવાન ના સાક્ષાત દર્શન કરી ઝોળી અને ધોકો જલારામને હાથો હાથ દઇ ભગવાન અદ્રશ્ય થયા આજના આ પવિત્ર દિવસે જેમનો જ્ન્મ થયેલો જેના પડઘા કાંકરેજ તાલુકાના થરામાં પડતાં કાંકરેજ તાલુકાના રઘુવંશી પરીવારના ભાઈઓ દ્વારા પાંચ વર્ષ પૂર્વે કાંકરેજ તાલુકા ના વહેપારી મથક થરામાં હાઈવે ઉપર જલારામ બાપાનું ભવ્ય મંદિર બનાવેલ આ મંદિરે વારે તહેવારે અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે ચાલુ વર્ષે સવંત ૨૦૮૦ ના કારતકસુદ એકમ ને મંગળવાર તા.૧૪/૧૧/૨૦૨૩ (બેસતા વર્ષ) ના પાવન દિવસે અન્નકૂટ ધરાવ્યા બાદ મહારતી ઉતારી ધ્વજા રોહણ બાદ ભોજન પ્રસાદ પીરસવામાં આવેલ.આ પાવન પ્રસંગે અન્કુટ તેમજ ભોજન પ્રસાદના લાભાર્થી  ગોકલાણી ભુદરદાસ ત્રિભોવનદાસ (કારભારી પરિવાર તેરવાડા),મંદિર શણગાર, ભગવાનના વાઘા તથા કુલહારના લાભાર્થીના લાભાર્થી પટેલ હર્ષદભાઈ જયંતિલાલ (વિસનગર) તથા પટેલ હિતેશકુમાર જયંતિલાલ, શરણાઈના લાભાર્થી સ્વ. ભરતકુમાર જીવરામભાઈ ઠક્કર હસ્તે-ગં.સ્વ.રમીલાબેન ઠક્કર, પત્રિકાના લાભાર્થી સાગરભાઈ પુજારા (સાંઈ મોબાઈલ, થરા)એ લાભ લીધો હતી.શરણાઈ ના શુરો ઢોલ નગારા સાથે અન્નકૂટ ધરાવી મહાઆરતી ઉતારી ભોજન પ્રસાદ લઈ સૌ ભક્તજનો છુટા પડ્યા હતા.આ પ્રસંગે થરા સ્ટેટ માજી રાજવી તથા થરા નગર પાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ ચંદ્રસિંહજી વાઘેલા,ગુજરાત ગામગૃહ નિર્માણ બોર્ડના પૂર્વડિરેક્ટર અચરતલાલ સી.ઠક્કર,થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ બી.ઠક્કર,રાજુ પી.ઠક્કર (લાટી), નિરંજનભાઈ એ.ઠક્કર,વિજયભાઈ ઠક્કર ટેસ્ટી, રમેશભાઈ પ્રજાપતિ સહિત અનેક ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.દાતાઓ તેમજ પધારનાર મહેમાનોનું જલારામ મંદિરના ટ્રસ્ટીઓએ જલારામ બાપુની છબી આપી ખેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!