BANASKANTHAKANKREJ

રૂની ખાતે ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું.

કાંકરેજ તાલુકાના થરાને અડીને આવેલ જૈન રૂની તીર્થે ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ લાખોના ખર્ચે નવ નિર્માણ પામેલ પાંજરાપોળનું આજરોજ તા.૨૦/૦૩/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૬.૩૦ કલાકે કુંભ સ્થાપન ૭ કલાકે જીવદયા દેવી, માણિભદ્રવીરની મૂર્તિ સ્થાપના તથા પ્રતિષ્ઠા ૮ કલાકે નવકારશી ૧૦ કલાકે પાંજરાપોળ ઉદ્ધઘાટન દાતાઓના વરદ હસ્તે દિવ્યાશિષ
સિદ્ધાંતમહોદધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવન શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ, સિદ્ધાંતસંરક્ષક પરમ પૂજ્ય આચાર્ય ભગવન શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ.સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ,આશ્રિતગણ હિતચિંતક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન, શ્રીમદ્ વિજય જિનચન્દ્રસૂરીશ્વરજી
મહારાજ સાહેબ,ડલિકુંડ તીર્થોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન,શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ,આજ્ઞાઆશિષ પ્રશાંતમૂર્તિ સુવિશાલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવન શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ,ઉપકાર શ્રમણ તપાગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવન શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા નિકટભવ મોક્ષગામી ગચ્છાધિપતિ પરમ પૂજ્ય
આચાર્ય ભગવન,શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજા લબ્ધિધામતીર્થ સંસ્થાપક પરમ પૂજ્ય આચાર્ય ભગવન શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજા ઠાંકરેજ ઠેસરી ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવન,શ્રીમદ્ વિજય કલ્પજયસૂરીશ્વરજી મહારાજા સરળ સ્વભાવી પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રપ્રભ વિજયજી મહારાજ સાહેબ,નિશ્રાશિષ સંઘશાસન કૌશલ્યાધાર સૂરિજયઘોષ પટ્ટઘર પરમ
પૂજ્ય આચાર્ય ભગવન શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ,અધ્યાત્મરસિક પરમ પૂજ્ય આચાર્ય ભગવન શ્રીમદ્ વિજય
પ્રેમસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ,પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી દિવ્યદર્શન વિજયજી ગણિવર્ય,પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી સુધારસ વિજયજી ગણિવર્ય, પૂજ્ય મુનિવર શ્રી ભામંડલ વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય ગણિવર્ય શ્રી કરૂણાદષ્ટિ વિજયજી મહારાજ સાહેબ પૂજય મુનિવર શ્રી જિતરત્ન વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પાવન નિશ્રામાં પાંજરાપોળનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.૧૧
કલાકે સાધર્મિક ભક્તિ અને સાંજે ૫ કલાકે ચૌવિહાર લઈ સૌ છૂટાં પડ્યા હતા.આ પ્રસંગે પ્રમુખ ધીરાજકુમાર કે.શાહ,ઉપપ્રમુખ સુરેશભાઈ આર.ગાંધી,મંત્રી અક્ષયકુમાર એસ.મહેતા,સહમંત્રી દિનેશ ચંદ્ર એસ.ધાણધારા, ખજાનચી અજીતભાઈ જે. ધાણધારા,વી.એલ. શાહ, જીતુભાઈ ધાણધારા,નિવૃત શિક્ષક જસુભાઈ શાહ,રાજુભાઈ પ્રગતિ બેંક,જીનેષ સુરેશકુમાર પાંચાણી,કોર્પોરેટર ગીરાબેન
શાહ,હસમુખભાઈ ઝવેરી, ભૂપતજી મકવાણા,પુરણસિંહ વાઘેલા સહિત જૈન શ્રેષ્ઠીઓ સહિત રૂની તથા થરા નગરજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!