જી.ડી મોદી કૉલેજ ઑફ આર્ટ્સ, (પાલનપુર) CWDC દ્વારા ગાયનેક વ્યાખ્યાનનું આયોજન કરાયું

22 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ CWDC & રોટરી કલબ ઑફ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે તા.૨૨/૮/૨૦૨૬ના રોજ સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ દરમિયાન થિયેટર હૉલ.૪ માં પ્રિ. ડૉ. સુરેશભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ CWDC ના કન્વીનર ડો.સુરેખાબેન અને પ્રો. હેમલબેન દ્વારા પાલનપુરના જાણીતા સ્ત્રી-રોગ નિષ્ણાત ડૉ.એચ. કે શાહ (ખુશ્બુ મેટરનીટી) અને ડૉ. ધવલભાઈ ધારાણી (ઈશા IVF સેન્ટર)નું ‘ સર્વાઇકલ કેન્સર જાગૃતિ અને માસિકચક્ર અને માસિકચક્રની અનિયમિતતા’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ કોલેજની 97 વિદ્યાર્થીનીઓએ લીધો હતો. આ વ્યાખ્યાનમાં બંને વક્તાઓ દ્વારા માસિકધર્મ,માસિક ધર્મની અનિયમિતતા, ગર્ભાશય સંબંધિત સમસ્યાઓની માહિતી, ન્યૂટ્રિશિયન ફૂડ અવરનેસ , ગર્ભાધાન સબંધી માહિતી જેવી અનેક બાબતોની સમજ સરળ શૈલીમાં PPT માધ્યમથી આપવામાં આવી હતી. પ્રિ. ડો.સુરેશભાઈ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને શોભાવવા કેમ્પસ ડાયરેક્ટર મહેતા સાહેબ,રોટરી ક્લબ ઓફ પાલનપુરના પ્રેસિડેન્ટ, સેક્રેટરી,અન્ય રોટે. ઇનરવિલ ક્લબ પાલનપુરના પ્રેસિડેન્ટ,સેક્રેટરી, મેડિકલ ચેરમેન અને અન્ય ઈનરવિલ મેમ્બર્સ,CWDC ના મેમ્બર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સેવક ભાઈઓનો સંપૂર્ણ સહકાર મળ્યો હતો.
પ્રવર્તમાન સમય સ્ત્રી સશક્તિકરણનો છે . સશક્ત નારી જ ભાવિ પેઢીને સશક્ત બનાવી શકશે. કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની આ ઉંમરની ગાયનેક સમસ્યાઓ અનેક હોય છે, પરિણામે, વિદ્યાર્થિનીઓ મૂંઝવણ અનુભવતી હોય છે. વિદ્યાર્થીનીઓને મૂંઝવતા ગાયનેક સબંધી વિવિધ પ્રશ્નોના નિરાકરણ અર્થે CWDC દ્વારા પ્રતિવર્ષ ગાયનેકોલોજીસ્ટના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે.






