BANASKANTHAGUJARATPALANPUR

​જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુર ખાતે ‘વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ’ની ભવ્ય ઉજવણી

22 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

‘આત્મનિર્ભર ભારત’ અને વિવિધ સરકારી રોજગારલક્ષી યોજનાઓ અંગે વિદ્યાર્થીઓને મળ્યું નિષ્ણાતોનું સચોટ માર્ગદર્શન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુર ખાતે દેશના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ‘વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ’ (World Entrepreneurship Day) નિમિત્તે વિશેષ પ્રેરણાદાયી વ્યાખ્યાન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આમંત્રિત નિષ્ણાત વક્તાશ્રીઓ દ્વારા અપાયેલ માર્ગદર્શન :
​શ્રી લક્ષ્મણભાઈ પરમાર (CED, CO., B.K.) : તેમણે વિદ્યાર્થીઓને સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ દ્વારા ચાલતા વિવિધ તાલીમ વર્ગો, સ્કિલ ડેવલપમેન્ટ તેમજ નવો વ્યવસાય સ્થાપવા માટે જરૂરી કૌશલ્યોની ઊંડાણપૂર્વક સમજ આપી હતી. ​શ્રી મુકેશ પ્રજાપતિ (DEO, B.K.) : તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વ્યવસાયિક દ્રષ્ટિ કેળવવા અને સરકારી રોજગાર તકોનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા ઉત્સાહપૂર્વક પ્રોત્સાહિત કર્યા હતા. ​શ્રી યોગેશ વાસવાણી (DIC, B.K.) : તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હસ્તકની વિવિધ સરકારી નાણાકીય સહાય, સબસિડી, મુદ્રા લોન તથા સ્ટાર્ટઅપ માટે મળતી સહાય અંગે આંકડાકીય અને સચોટ માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં કોલેજના આદરણીય આચાર્યશ્રી. ડો. સુરેશભાઈ પટેલ દ્વારા અધ્યક્ષીય ઉદબોધન. આપતાં જણાવ્યું હતું કે યુવાનો માત્ર નોકરી વાંછુક બનવાને બદલે નોકરીદાતા (ઉદ્યોગસાહસિક) બને તે દેશના ઝડપી આર્થિક વિકાસ માટે અનિવાર્ય છે. કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન અને સંયોજન કન્વીનર ડૉ. મુકેશ ડી. પ્રજાપતિ, સહ-કન્વીનર ડૉ. મિહિર એમ. દવે તથા ઈનોવેશન ક્લબના કન્વીનર મનાલીબેન ગઢવી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના સર્વે અધ્યાપકશ્રીઓ, સહાયક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને ભવ્ય સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!