GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નવા બસ સ્ટેશનની પૂછપરછ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનું અનાદર: મુસાફરોમાં ભારે આક્રોશ

 

MORBI:મોરબી નવા બસ સ્ટેશનની પૂછપરછ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનું અનાદર: મુસાફરોમાં ભારે આક્રોશ

 

 

મોરબીના નવા બસ સ્ટેશન ખાતે એસ.ટી. નિગમની ઘોર બેદરકારી અને રાષ્ટ્રધ્વજના અનાદરનો ગંભીર મામલો સામે આવ્યો છે. બસ સ્ટેશન પરિસરમાં આવેલી પૂછપરછ (ઈન્ક્વાયરી) બારીની ઓફિસમાં જ દેશના શાન સમાન તિરંગાને અયોગ્ય અને નિયમ વિરુદ્ધની સ્થિતિમાં મૂકવામાં આવતા સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બસ સ્ટેશને મુસાફરી અંગેની માહિતી મેળવવા આવતા મુસાફરોની નજર પૂછપરછ ઓફિસની અંદર પડેલા રાષ્ટ્રધ્વજ પર પડી હતી. ‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા’ (ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા)ના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરીને તિરંગાને બિનકાળજીપૂર્વક મૂકી રાખવામાં આવ્યો હોવાનું નજરે પડ્યું હતું. સરકારી મિલકત અને જવાબદાર જગ્યા પર જ રાષ્ટ્રધ્વજની આવી સ્થિતિ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

દેશના ગૌરવ અને સન્માનના પ્રતીક એવા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સરકારી વિભાગના કર્મચારીઓ દ્વારા દાખવવામાં આવેલી આ પ્રકારની નિષ્કાળજી સામે લોકોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. સ્થળ પર હાજર મુસાફરોએ તંત્રની આ નીતિ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

આ સમગ્ર બનાવને પગલે જાગૃત નાગરિકો અને મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી છે કે:રાષ્ટ્રધ્વજ સંહિતાના નિયમોનો ભંગ કરનાર જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓની ઓળખ કરવામાં આવે.દોષિતો સામે તાત્કાલિક ખાતાકીય તપાસ શરૂ કરી કડક કાનૂની તેમજ શિસ્તભંગના પગલાં લેવામાં આવે.ભવિષ્યમાં આવી ગંભીર ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે એસ.ટી. વિભાગ દ્વારા કડક સૂચનાઓ જારી કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!