સબજુનિયર સ્ટેટ ફેન્સીંગ ચેમ્પિયનશીપમાં હસ્મિતા, દિયા, વેદિતા, ઉર્વેશ, વિરેન્દ્ર અને નૈતિક અવ્વલ
વિજેતા ખેલાડીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા
ભરત ઠાકોર ભીલડી
સબજુનિયર સ્ટેટ ફેન્સીંગ ચેમ્પિયનશીપમાં હસ્મિતા, દિયા, વેદિતા, ઉર્વેશ, વિરેન્દ્ર અને નૈતિક અવ્વલ
એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના ઉપક્રમે ફેન્સીગ ચેરીટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ લીંબડી ખાતે સબજુનિયર સ્ટેટ ફેન્સીગ ચેમ્પિયનશીપનું આયોજન તારીખ ૨૧-૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન કરવામાં આવેલ. જેના ઈનામ વિતરણ સમારોહમાં એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના મંત્રી ભરતજી ઠાકોર, ફેન્સીંગ ચેરીટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના મંત્રી મેહુલસિંહ ઝાલા, ફેન્સીંગ કોચીઝ, ટ્રેનર્સ તેમજ એચ. કે. ઝાલા હાઈસ્કુલ લીંબડીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિજેતા ખેલાડીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા
હતા. જેમાં ઈપી બહેનો વ્યક્તિગત ઈવેન્ટમાં સાબરકાંઠાની હસ્મીતા પરમાર – ગોલ્ડ, ગાંધીનગરની પારૂલ ખટાણા – સિલ્વર, જુનાગઢની હેમાન્સી ડોડીયા અને સાબરકાંઠાની હેનીસ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ફોઈલ બહેનોની વ્યક્તિગત ઈવેન્ટમાં સાબરકાંઠાની દિવ્યા પરમારે ગોલ્ડ અને શ્રુષ્ટી નકુમે સિલ્વર મેડલ, મહેસાણાની રીપલબા વાઘેલા અને સાબરકાંઠાની જૈનીશા ચૌધરીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સેબર વ્યક્તિગત ઈવેન્ટમાં જુનાગઢની વેદિતા હડીયાએ ગોલ્ડ, મહેસાણાની વૃષ્ટિ સોનીએ સિલ્વર, ગાંધીનગરની ધ્રુવી પ્રજાપતી અને જુનાગઢની મનાલી ઝાલાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઈપી વ્યક્તિગત ભાઈઓમાં સુરેન્દ્રનગરના ઉર્વેશ નોરતીયાએ ગોલ્ડ, જુનાગઢના જ્યોત અકબરીએ સિલ્વર, સુરેન્દ્રનગરના બ્રિજરાજસિંહ જાડેજા અને મહેસાણાના દેવ ચૌધરીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ફોઈલ વ્યક્તિગત ભાઈઓમાં જુનાગઢના વિરેન્દ્ર ખેરએ ગોલ્ડ, મહેસાણાના ક્રિષ ગેલોતે સિલ્વર, સુરેન્દ્રનગરના અર્દિપ રોજાસરા અને દ્રીજરાજસિંહ ઝાલાએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સેબર વ્યક્તિગત ભાઈઓમાં સુરેન્દ્રનગરના નૈતિક સભાડએ ગોલ્ડ, આકાશ તાવિયાએ સિલ્વર, સાબરકાંઠાના દર્શન પરમાર અને જુનાગઢના મંથન પંડ્યાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તમામ મેડલ વિજેતા ખેલાડીઓને એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના મંત્રી ભરતજી ઠાકોરે શુભેચ્છાઓ પાઠવી આગામી સબજુનિયર નેશનલ માટે તૈયારીઓ શરૂ કરવા અને મેડલ જીતવા જણાવી શુભકામનાઓ પાઠવી હતી.