દિયોદરના જાડા તેમજ ફોરણા ગામે કોંગ્રેસ નું શક્તિ પ્રદર્શન દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા

દિયોદરના જાડા તેમજ ફોરણા ગામે કોંગ્રેસ નું શક્તિ પ્રદર્શન દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા
પ્રતિનિધિ :દિયોદર ફોટો
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
રૈયા બેઠક પર ગીતાબેન દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે
વાવ થરાદ જિલ્લાના દિયોદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસે દિગ્ગજ નેતાઓ ને મેદાને ઉતારી ચૂંટણી પ્રચાર ની સભાઓ ગજવી હતી આજે દિયોદર તાલુકાના જાડા અને ફોરણા ગામે કોંગ્રેસ ની જંગી પ્રચાર સભાનું આયોજન કરાયું હતું રાષ્ટ્રીય સચિવ અને ઉતર ગુજરાતના પ્રભારી સુભાષિની યાદવ ,બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ,પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા,ગિરિરાજસિંહ વાઘેલા ની પ્રેરિત હાજરીમાં કોંગ્રેસ ની સભા મળી હતી જ્યાં બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કરી સભાને ગજવી હતી ગેનીબેન ઠાકોરે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું વાવ થરાદ નવો જિલ્લો બનાવ્યો એના હકદાર પહેલા દિયોદર હતું બનાસકાંઠા વિભાજન માં દિયોદર ને મોટો અન્યાય થયો છે વાવ થરાદ જિલ્લાની જગ્યાએ ઓગડ જિલ્લો બનાવવાનો હતો નેતાગીરીમાં અને સરકારમાં બેઠેલા લોકોએ દિયોદરને અન્યાય કર્યો છે જેનો જવાબ આપ

વો પડશે





