BANASKANTHAKANKREJ

થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૨ માં વર્ષે યજ્ઞ યોજાયો

શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞમાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના બહાર વસતા ભાઈઓ ધંધા બંદ રાખી હવાનામાં જોડાયા

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની પણ સ્થાપના કરવામા આવેલ.વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માની આરતી, રમેલ,હવન,પલ્લી, બાધાપુરી કરવી વગેરે ધાર્મિક કાર્યક્રમો વારે તહેવારે યોજાય છે.ચાલુ વર્ષે ચૈત્ર સુદ-૯ ને બુધવાર તા.૧૭/૦૪/૨૦૨૪ના રોજ સવારે ૮ કલાક થી સાંજે ૫-૧૫ કલાક સુધી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવીશ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે પ્રજાપતિ દિનેશભાઈ સગરામભાઈ (બાજરી) પરિવારના યજમાનપદે શાસ્ત્રી જોષી નરેશકુમાર (લાલાભાઈ) ભૂદરભાઈ થરેચાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાંર સાથે માતાજીનો નવચંડી યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો.આ યજ્ઞમાં ચડાવાને બાદ કરતાં ચૈત્રસુદ-૫ ની રાત્રે શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે થરેચા પરીવાર એકત્રિત થઈ છેલ્લા ૧૨ વર્ષથી ચિઠ્ઠી દ્વારા ભાગ્ય અજમાવે છે.જેમાં પ્રથમ વર્ષે પ્રજાપતિ અરજણભાઈ છગનભાઈ,દ્વિતીય વર્ષે પ્રજાપતિ ભેમાભાઈ જીવણભાઈ,તૃતીય વર્ષે પ્રજાપતિ ભેમાભાઈ નાનજીભાઈ-વાલમ,ચતુર્થ વર્ષે પ્રજાપતિ દાનાભાઈ બાવાભાઈ અમદાવાદ,પાંચમાં વર્ષે પ્રજાપતિ બબાભાઈ કરમશીભાઈ,છઠ્ઠા વર્ષે પ્રજાપતિ અમરતભાઈ સગરામભાઈ,સાતમા વર્ષે પ્રજાપતિ સોમાભાઈ કેશાભાઈએ હવનમાં બેસવાનો લાભ લીધો હતો.આઠમા તથા નવમા વર્ષે કોરોનાને કારણે સરકરશ્રીના આદેશ મુજબ યજ્ઞ બંધ રાખવામાં આવ્યો હતો.દસમા વર્ષે પ્રજાપતિ મનુભાઈ અજમલભાઈ અગિયારમા વર્ષે પ્રજાપતિ નરોત્તમભાઈ ગોરધનભાઈ અને બારમા વર્ષે એટલે કે ચાલુ વર્ષે સવંત ૨૦૮૦ ના ચૈત્રસુદ-૯ ને બુધવાર તા.૧૭/૦૪/૨૦૨૪ ના રોજ પ્રજાપતિ દિનેશભાઈ સગરામભાઈ ના યજમાન પદે શ્રવણભાઈ જે.પ્રજાપતિ દ્વારા બનાવેલ યજ્ઞ કુંડીમાં જવ-તલ હોમી આહુતિ આપી યજ્ઞ યોજાયો હતો.યજ્ઞને સફળ બનાવવા પ્રજાપતિ રાજુ પાંચાભાઈ,પ્રવીણ હરગોવાનભાઈ પ્રજાપતિ થરા નગરપાલિકા કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ,કેશાભાઈ જે.પ્રજાપતિ (કેશુબાપા),શંભુભાઈ પ્રજાપતિ, રવિ આર.પ્રજાપતિ,રાજુ નારણભાઈ પ્રજાપતિ સહિત દરેક નવ યુવાનોએ અથાગ મહેનત કરેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!