સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના આસ્પી પોષણ અને કોમ્યુનીટી સાયન્સ મહાવિધાલયના વિસ્તરણ શિક્ષણ અને પ્રસારણ વ્યવસ્થા વિભાગ હેઠળ ચાલતી ગ્રામીણ મહિલા તાલીમ અને સશક્તિકરણ કેન્દ્ર, ધ્વારા તા.૧૨/૦૯/૨૦૨૩ ના રોજ ડીસા ગામની ગ્રામીણ મહિલાઓ માટે“વેસ્ટ કાપડ અને સાડીમાંથી પગલુછણીયા ના આસન પર એક દિવસીય કૌશલ્યવર્ધન તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેમાં આસ્પી કોલેજ ઓફ ન્યુટ્રીશન અને કોમ્યુનીટી સાયન્સ કોલેજના ઈ.ચા આચાર્ય ડૉ.બી.જી.પટેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ લેફટ. ડૉ.સિમ્પલ જૈન, મદદનીશ પ્રાધ્યાપકે આ તાલીમ કાર્યક્રમમાં આવેલ ગ્રામીણ મહિલાઓને તાલીમ કેન્દ્ર ના હેતુ અને પ્રવૃત્તિ ઓ વિષે બતાવ્યું અને આ ઉપરાંત ડૉ.સિમ્પલ જૈન, મદદનીશ પ્રાધ્યાપકે અને શ્રીમાળી મિનાક્ષી, ખેતીવાડી મદદનીશ જૂની સાડી માંથી પગલુંછણીયા બનાવી અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ કઈ રીતે બનાવવી તે શીખવ્યું હતું અલગ-અલગ ડીઝાઇનમાં પગલુંછણીયા બનાવતા શીખવ્યુ હતું આ કાર્યક્રમનો હેતુ એ હતો કે ગ્રામીણ મહિલાઓ ઘરે બેઠા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી શકે અને ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ ચલાવી શકે. આ કાર્યક્રમનું સંચાલન અને આભાર અભિવ્યક્ત ગ્રામીણ મહિલા તાલીમ અને સશક્તિકરણ કેન્દ્ર,ના ખેતીવાડી મદદનીશ શ્રીમાળી મિનાક્ષીબેન કર્યો હતો.
ગ્રામીણ મહિલાઓ માટે એક દિવસીય કૌશલ્યવર્ધન તાલીમ કાર્યક્રમનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર