BANASKANTHAPALANPUR

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગનું ઉમદા કાર્ય

16 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગનું ઉમદા કાર્ય તા.28,29 ફેબ્રુઆરી અને 01 માર્ચ 2025 H.N.G.U, પાટણ અંતર્ગત સરદાર પટેલ રમતગમત સંકુલ, જીમખાના, પાટણ ખાતે યોજાયેલ રાજમાતા નાયિકાદેવી ખેલકૂદ મહોત્સવ 2025 માં આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વિસનગરની વિદ્યાર્થીની ચૌધરી નેત્રા બાબુભાઈએ ગોળાફેક અને ચક્રફેકમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બંને રમતમાં ગોલ્ડ મેડલ મેળવી શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ,વિસનગરનું ગૌરવ વધારેલ છે. તેઓએ ગોળાફેકમાં 9.19 મી. ગોળો ફેકી યુનિવર્સિટી રેકોર્ડ બ્રેક કરેલ છે, તથા 30.55 મી. ચક્ર ફેકી ચક્રફેકમાં પણ યુનિવર્સિટી રેકોર્ડ બ્રેક કરેલ છે. નેત્રાની આ સિદ્ધિ બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા પ્રોત્સાહિત ઈનામ આપી તેની સિદ્ધિને બિરદાવવામાં આવી. આ સમયે કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, સાયન્સ, આર્ટ્સ & કોમર્સ કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ તથા યુનિવર્સિટી પરીક્ષામાં ઓબ્ઝર્વ તરીકે પધારેલ ડૉ.મેઘા વાઘેલા (પ્રાધ્યાપક, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખેરાલુ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નેત્રા ચૌધરી રમત ગમત ક્ષેત્રે ઉમદા પ્રગતિ કરી આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!