BANASKANTHAPALANPUR

સર જગદીશ ચંદ્ર બોઝ શાળા વિકાસ સંકુલ, શ્રી વિ.જે. પટેલ હાઈસ્કૂલ, વડગામ ખાતે  એસ.વી. એસ કક્ષાનો કલા ઉત્સવ- 2024 ઉજવાયેલ

30 સપ્ટેમ્બર સુભાષ વ્યાસ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

સર જગદીશ ચંદ્ર બોઝ શાળા વિકાસ સંકુલ, શ્રી વિ.જે.પટેલ હાઈસ્કૂલ વડગામમા તારીખ 27 સપ્ટેમ્બર 24 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખશ્રી રામજીભાઈ વી. પટેલ સાહેબની ઉપસ્થિતિમાં તથા ઉપપ્રમુખશ્રી જશુભાઈ એમ. રાવલ સાહેબ અને મંત્રી શ્રી લક્ષ્મણ ભાઈ એચ. શિરવી સાહેબની પ્રેરક ઉપસ્થિતિ સાથે ચારેય QDCના કન્વીનરશ્રીઓ , માર્ગદર્શકશ્રીઓ, નિર્ણાયકશ્રીઓ અને સ્પર્ધકો તથા શાળાના કર્મચારીઓ અને બાળકોની હાજરીમાં ખૂલ્લો મૂકવામાં આવેલ તેમાં પ્રથમ, દ્ધિતિય અને તૃતીય નંબરને અનુક્રમે 500, 300, 200રૂપિયાનું ઈનામ આપવામાં આળ્યું. શાળાના આચાર્યશ્રી તથા S.V.S કન્વીનર શ્રી રાકેશભાઈ પ્રજાપતિ તથા પ્રવૃત્તિ કન્વીનર શ્રી આર.બી. ચારેલ તથા સહકન્વીનર શ્રી એમ.ડી. ગોળિવાડીયા, શ્રી યુ .એલ. પટેલ, શ્રી એચ. એન પટેલ, શ્રી વી. જે. રાજપૂત તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સાથ અને સહકારથી કાર્યક્રમસફળ રીતે સંપન્ન કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન શ્રી આર. બી. ચારેલ દ્વારા કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!