અગ્રવાલ સમાજ, પાલનપુર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું,32 વ્યક્તિઓએ રક્તદાન કર્યું
1 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષ વ્યાસ
અગ્રવાલ કુલ પ્રવર્તક મહારાજા અગ્રસેનજીની 5148મી જન્મ જયંતી ની ધામધૂમ પૂર્વક ઉજવણીના ભાગરૂપે અગ્રવાલ સમાજ, પાલનપુર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જે પૈકી યુવા અગ્રવાલ સમાજ દ્વારા તારીખ 28 સપ્ટેમ્બર 2024 ના રોજ બોક્સ ક્રિકેટનું સફળ આયોજન થયું જેમાં બે મહિલાઓની ટીમ સહિત સાત ટીમોએ ભાગ લીધો. યુવા અને મહિલા અગ્રવાલ સમાજ દ્વારા તારીખ 29 સપ્ટેમ્બર 2024 ના રોજ વિવિધ રમત ગમત અને સ્વસ્થ બાળક, ચિત્રકલા, રંગોળી જેવી વિવિધ હરિફાઇઓનું આયોજન કરવામાં આવ્યું, વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આજ દિવસે રક્તદાન શિબિરનું સફળ આયોજન થયું જેમાં દસ મહિલાઓ સહિત કુલ 32 વ્યક્તિઓએ રક્તદાન કર્યું. સ્વચ્છ પર્યાવરણની પહેલના ભાગરૂપે રક્તદાતાઓનું છોડ આપી સન્માન કરવામાં આવ્યું. ઉજવણીના ભાગરૂપે તારીખ 3 ઓક્ટોબર 2024 ના રોજ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પાતાળેશ્વર મંદિરથી પ્રહલાદનદીપ પથીકાશ્રમ જશે, જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.