થરાદ તાલુકાના કરનપૂરા, અને દાંતા તાલુકાના પેથાપુર ગામે વિવિધ જાહેર સ્થળોએ સફાઇ કરવામાં આવી

0
90
વાત્સલ્યમ્ સમાચાર

(માહિતી બ્યુરો, પાલનપુર)

મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ‘‘સ્વચ્છતા હી  સેવા’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં રાજ્યભરમાં તમામ વિસ્તારોમાં આ અભિયાન અંતર્ગત થતા આયોજનોને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ અને સ્વચ્છતાના આયોજનો દ્વારા સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે થરાદ તાલુકાના કરનપૂરા , દાંતા તાલુકાના પેથાપુર અને કાંકરેજના વિવિધ જાહેર સ્થળોએ સફાઇ પ્રવૃત્તી હાથ ધરવામાં આવી હતી. ગામના ચોક તેમજ અન્ય જાહેર સ્થળોમાં જમા થયેલ કચરો દુર કરીને ગામને સ્વચ્છ બનાવાયું હતું. ઉપરાંત, ગામના આગેવાનોએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત થયેલી સફાઇને બિરદાવીને ગામ-સ્વચ્છ અને સુંદર ગામ સાર્થક કરવા સંકલ્પ લીધો હતો.

થરાદ તાલુકાના કરનપૂરા અને દાંતા તાલુકાના પેથાપુર ગામે વિવિધ જાહેર સ્થળોએ સફાઇ કરવામાં આવી 2 થરાદ તાલુકાના કરનપૂરા અને દાંતા તાલુકાના પેથાપુર ગામે વિવિધ જાહેર સ્થળોએ સફાઇ કરવામાં આવી 1

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews