NATIONAL

400 વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટતાં સાતનાં મોત

મધ્ય પ્રદેશના દાતિયા શહેરમાં ભારે વરસાદને કારણે ૪૦૦ વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટી પડતાં સાત લોકોનાં મોત થયા છે. આ ઘટના વહેલી સવારે ચાર વાગ્યે ખલકાપુરા વિસ્તારમાં બની હતી.

મધ્ય પ્રદેશના દાતિયા શહેરમાં ભારે વરસાદને કારણે ૪૦૦ વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટી પડતાં સાત લોકોનાં મોત થયા છે. કિલ્લાની બાજુમાં આવેલા મકાનમાં રહેતા ૯ લોકો દિવાલના કાટમાળમાં દટાઇ ગયા હતાં. ૯ પૈકી સાત લોકોનાં મોત થયા છે. સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી રિસપોન્સ ફોર્સ (એસડીઇઆરએફ)ના જવાનોએ છ કલાક સુધી બચાવ અભિયાન ચલાવ્યું હતું. મુખ્યપ્રધાન મોહન યાદવે મૃતકોના પરિવારજનો માટે ચાર-ચાર લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. બીજી તરફ હવામાન વિભાગે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે.મધ્ય પ્રદેશમાં સર્જાયેલ ડિપ્રેશનને કારણે આ બંને રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે.

Back to top button
error: Content is protected !!