BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જિલ્લામાં “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પનું આયોજન

*ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાનઃ ભરૂચ જિલ્લો*
*****
*

સમીર પટેલ, ભરૂચ *
**
ભરૂચ – શનિવાર- ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન”હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં આજે નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું .
આ કેમ્પો ગામના નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. ગામના આદિવાસી સમુદાયના ગ્રામજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો તથા નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી.
આ બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પોમાં હેતુલક્ષી રીતે નીચેની કેન્દ્ર તથા રાજ્ય સરકારની સેવાઓનું વિતરણ અને કામકાજ હાથ ધરાયું જેમાં આધારકાર્ડ અને રેશનકાર્ડ નું અપડેશન / નોંધણી , આયુષ્માન ભારત PM-JAY કાર્ડ વિતરણ,જાતિ અને રેહવાસી પ્રમાણપત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) તથા પીએમ-કિસાન યોજના , પેન્શન યોજનાઓ (વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગ), જનધન ખાતા અને જીવન-અપઘાત વિમા યોજના (PMJJBY/PMSBY), રોજગાર યોજના (મનરેગા), પીએમ વિશ્વકર્મા યોજના, તથા મુદ્રા લોન, મહિલાઓ અને બાળકો માટે આંગણવાડી સેવા તથા રસીકરણ ઉપરાંત, નવા અરજદારો પાસેથી સ્થળ પર જ અરજીઓ પ્રાપ્ત કરી કામગીરી શરૂ કરવામાં આવી સાથે વિવિધ શાખાઓના અધિકારીઓ અને સ્થાનિક તંત્ર દ્વારા લાભાર્થીઓને યોજનાઓની માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે આજ સુધી સરકારની સેવાઓથી વંચિત રહેલા નાગરિકને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત “સંપૂર્ણ સેવા મળી રહે અને તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે .
*****

Back to top button
error: Content is protected !!