વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં સમાવિષ્ટ ૯૨ ગામોમાં આર.ટી.ઓ. અથવા પોલીસ અધિકારી મારફતે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર વાહન ચાલકોને છેલ્લા ઘણા સમથથી સુબીર તાલુકામાં સુબીર ખાતે આઈ.એમ.એફ.સી.કોર્ટ ચાલુ હોવા છતા ફરજીયાત આર.ટી.ઓ.વઘઈના મેમો ભરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.જેના કારણે તેમને માનસિક અને આર્થિક રીતે હેરાનગતિ થઈ રહી છે.ત્યારે આ હેરાનગતિ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા મામલતદાર તથા ડિસ્ટ્રિક્ટ જજ નવસારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.સુબીર તાલુકામાં ૯૨ ગામોનો સમાવેશ થાય છે. અને આ ગામો સુબીર પોલીસ મથકનાં તાબાના અધિકારી હોય કે જિલ્લાના કોઈપણ ટ્રાફિક પોલીસ આધિકારી હોય તેમના દ્વારા ફરજીયાત પણે આર.ટી.ઓ. વઘઈ માં મેમો ભરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.જેના કારણે વાહન ચાલકોને ખુબજ આર્થિક અને માનસિક નુકશાન થઈ રહ્યું છે.કારણ કે સામાન્ય ટુ-વ્હીલરનો હેલ્મેટ કે ફોરવ્હીલર અથવા લાઈસન્સ વગર, પી.યુ.સી. ડ્રાઈવીંગ લાયસન્સ,આર.સી. બુક ન હોય તો પણ બધા જ પ્રકારના મેમોની અંદર લખી પકડાવી દેવીમાં આવે છે. અને એવા મેમો ભરવા માટે જગ્યા પર કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.જેના કારણે સુબીર અને આજુબાજુના ગામોથી છેક વઘઈ સુધી 90 કિલોમીટર દૂર મેમો ભરવા માટે જવું પડે છે. સીધી રીતે આના કારણે માનસિક તથા આર્થિક હેરાનગતિ થઈ રહી છે.અહીંના પોલીસ અધિકારીને આ અંગે રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવે છે કે, અહીંની કોર્ટમાં સ્ટાફ નથી તેથી અમને સુચના છે કે ફરજિયાત વઘઈ કોર્ટ માં મેમો આપવામાં આવે.આમ સુબીર ખાતે કોર્ટની વ્યવસ્થા હોવા છતાં આ રીતે ગરીબ આદિવાસી વિસ્તારના લોકો સાથે શોષણ અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાત્કાલિક સુબીર કોર્ટમાં સ્ટાફ ની વ્યવસ્થા કરવામાં આવે અને જે પણ અધિકારી મેમો બનાવે છે તે જગ્યા પર ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે માટે સંબંધિત વિભાગને તાત્કાલિક જાણ કરીને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના એ સુબીર મામલતદાર તથા નવસારી ડિસ્ટ્રિક્ટ જજને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યુ હતુ. તેમજ આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી..