GUJARATKOTDA SANGANIRAJKOT

Rajkot: કોટડાસાંગાણીના વેરાવળમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો

તા.૫/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી રાજયમાં ૧,૧૩,૦૦૦ થી વધુ લોકોને સ્થળ ઉપર જ આયુષ્માન કાર્ડ કાઢી અપાયા તો એક લાખથી વધુ લોકોની નિશુલ્ક આરોગ્ય કેમ્પમાં તપાસ કરાઇ, કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

૧૧ ગામોની સ્વચ્છતા માટે ગાર્બેજ કલેક્શન વાનને લીલી ઝંડી અપાઇ

Rajkot: રાજ્યના કૃષિ,પશુપાલન અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળના નવી ગ્રામ પંચાયત ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ગામ લોકોએ રથના આગમન માટે ભાવભેર ભાગ લીધો હતો. મહાનુભાવોઓએ ૧૧ ગામો માટેની સ્વચ્છતા મિશન અંતર્ગતની ગાર્બેજ કલેક્શન વાનને લીલી ઝંડી આપી રવાના કરી હતી.

કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ષ ૨૦૪૭માં ભારતને ૧૦૦ વર્ષ પૂર્ણ થયે ભારતને વિકસિત કરવાના સંકલ્પ સાથે સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ દોઢ મહિનાથી ચાલતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ની કામગીરી અંતર્ગત રાજયમાં ૧,૧૩,૧૦૫ લોકોને આયુષ્માન કાર્ડ સ્થળ પર જ હાથોહાથ રૂબરૂ અપાયા હતા. તેમજ આ યાત્રા દરમ્યાન એક લાખ લોકોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સફળ બનાવી સમગ્ર ગુજરાતમાં રાજકોટ જિલ્લો પ્રથમ નંબર પર આવ્યો છે. આ સંકલ્પ રથયાત્રા થકી ગામોગામ લોકોને સફળતાપૂર્વક યોજનાકીય માહિતી તેમજ યોજનાના લાભો મળ્યા છે.

ક્લેક્ટરશ્રી પ્રભવ જોશીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ મળેલી સિદ્ધિઓ રજૂ કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી નિશા ચૌધરીએ શાબ્દિક સ્વાગત, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ કાર્યક્રમનો દિપ પ્રાગટયથી પ્રારંભ કરાયો હતો. મહાનુભાવોનું સ્વાગત ફાળોની ટોપલીથી કરાયુ હતુ. મહાનુભાવોએ આંગણવાડીના બાળકોનું સ્વાસ્થ્ય માટે ફળોની ટોપલીઓની આંગણવાડી બહેનોને ભેટ કરી હતી. શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ફિલ્મ નિહાળી હતી.

આ કાર્યકમમાં વેરાવળ ગ્રામ ખાતેથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ત્રણ લોકોને અને વિવિધ ક્ષેત્રોમાં મેળવેલ સિદ્ધિઓ બદલ બાળાઓ અને યુવાનોને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગ્રામજનો અને મહાનુભાવો દેશને સુશિક્ષિત અને વિકસિત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. ‘મેરી કહાની-મેરી જુબાની’ થકી પૂર્ણાશકિત, માતૃશક્તિ, આયુષ્માન કાર્ડ સહિતની યોજનાના લાભાર્થીઓએ પોતે મેળવેલ યોજનાકીય લાભ મેળવ્યો તે બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો અને ગ્રામજનોને યોજનાકીય લાભ મેળવવા પ્રેરિત કર્યા હતા.

આ તકે, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સરપંચશ્રી રવિરાજસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈ રાઠોડ, કોટડાસાંગાણીના મામલતદારશ્રી ગુમાનસિંહ જાડેજા, સી. ડી.પી. ઓ. શ્રી પૂજાબેન જોશી, યાત્રાના જિલ્લા ઇન્ચાર્જશ્રી મનોજભાઈ રાઠોડ, રથ ઇન્ચાર્જશ્રી મનોજભાઈ ઠાકર, અગ્રણી સર્વશ્રી હરદેવસિંહ જાડેજા, શ્રી જશવંતભાઈ અને શ્રી વિનુભાઈ, નાયબ મામલતદાર શ્રી પવનભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી કેવિનભાઈ, અગ્રણી શ્રી સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!