ANKLESHWARBHARUCH

Bharuch : માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામની માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સગીરાની માનસિક અસક્ષમતાનો ગેરલાભ ઉઠાવી એક આધેડ, 2 સગીર અને 2 યુવાને સતત એક વર્ષ સુધી તેને ધમકાવી શારીરિક શોષણ કરતા 6 મહિનાનો ગર્ભ રહી જતા પોલીસે નરાધમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી., તેની માનસિક અસક્ષમતાનો ગેરલાભ ઉઠાવી એક આધેડ, 2 સગીર અને 2 યુવાને સતત એક વર્ષ સુધી સગીરાને ધમકાવી શારીરિક શોષણ કર્યું હતું.  સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી છે. સગીરા પર પાંચેય નરાધમોએ એક વર્ષમાં આચરેલા દુષ્કર્મમાં હાલ તેને 6 મહિનાનો ગર્ભ છે.

અંકલેશ્વર તાલુકા પોલીસે દુષ્કર્મી આધેડ, 2 સગીર અને 2 નરાધમ યુવાનો સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. આ સાથે જ પીડિત સગીરા અને આરોપીઓના તબીબી પરિક્ષણની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!