
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
જન્મદિવસ એટલે સામાન્ય રીતે કેક કાપીને ખુશી મનાવવાનો દિવસ, પરંતુ નેત્રંગ તાલુકાના ઉંડી ગામની વતની અને સામાજિક આગેવાન ઉર્મિલાબેન દલુભાઈ વસાવાએ પોતાના 63 મા જન્મદિવસની ઉજવણી સેવાકાર્ય સાથે જોડીને અનોખી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું……
ઉર્મિલાબેન વસાવાએ 63મા જન્મદિવસ નિમિત્તે સરકારી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી. દર્દીઓના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી તેમને ફળનું વિતરણ કર્યું હતું. સાથે જ બાળકોના શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુથી બાળકોને દફતરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
જન્મદિવસની ખુશીને વ્યક્તિગત ઉજવણી પૂરતી સીમિત ન રાખી જરૂરિયાતમંદો સાથે વહેંચવાના આ સેવાભાવી પ્રયાસથી સેવા એ જ સાચી ઉજવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ઉર્મિલાબેન વસાવાની સેવાભાવી ભાવનાને બિરદાવી તેમના 63મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. માનવસેવા અને બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપતી તેમની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણા
રૂપ બની છે.


