બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
કોવેસ્ટ્રો ઇન્ડિયા પ્રા. લી. દ્વારા કોર્પોરેટ સોસિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલને C-Arm મશીનનું દાન મળ્યું.
C- Arm મશીન હાઈ-ક્વોલિટી ઈમેજિંગ માટે ઉપયોગી છે, જે ડોક્ટરોને સર્જરી દરમિયાન રિયલ ટાઈમ એક્સ-રે દ્રશ્ય આપે છે. આની મદદથી સર્જરી વધુ સચોટ અને સુરક્ષિત બની શકે છે. ખાસ કરીને ઓર્થોપેડિક, ન્યૂરો સ્પાઇન સર્જરી અને અન્ય જટિલ સર્જરી માટે આ મશીન અત્યંત ઉપયોગી છે.
જયાબેન મોદી હોસ્પિટલ ભરૂચ અને નર્મદા જિલ્લાના સમુદાયની સેવા માટે સમર્પિત છે અને દર્દીઓની આરોગ્ય સંભાળ માટે અવિરત પ્રયત્નશીલ છે. હોસ્પિટલ અત્યાધુનિક સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવતી અને જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડતી એક મહત્વપૂર્ણ સંસ્થા છે.
આ દાન માટે જયાબેન મોદી હૉસ્પિટલ દ્વારા કોવેસ્ટ્રો ઇન્ડિયા પ્રા. લી.નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ દાન સામાજિક જવાબદારી અને માનવીયતા માટે એક પ્રેરણારૂપ કાર્ય છે.
આ પ્રસંગે કોવેસ્ટ્રોના બાવનજી વેકરિયા (સાઈટ હેડ), બંટી ચાદરવાલા, હિતેશ ગાંધી અને હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.આત્મી દેવલિવાલા, ડૉ.જયપાલસિંહ ગોહિલ, ડૉ. ધ્રુવેનસિંહ કોસાડા હાજર રહ્યા હતા.