GUJARATKUTCHMANDAVI

ભુજ તાલુકા શિક્ષક મંડળીએ સભાસદોના તેજસ્વી તારલાઓને સન્માન્યા.

સભાસદોને સ્થળ ૫૨ જ ૧૦ ટકા લેખે ડિવિડન્ડ તથા ફરજિયાત બચત ૫૨ વ્યાજની રક્મ મળી કુલ રૂ. ૧૨ લાખની રોક્ડમાં ચૂક્વણી કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.

ભુજ તા. ૨૭ : ભુજ તાલુકા પં. પ્રાથમિક શિક્ષક કર્મચારીઓની ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા નવી લોહાણા મહાજનવાડી,ભુજ ખાતે યોજાઈ હતી. પ્રમુખ નિલેશ ગોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી સાધારણ સભામાં જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિલાસબા જાડેજા, તાલુકા મંડળીના પૂર્વ પ્રમુખ ઠાકરશી મચ્છર, જિલ્લા મંડળીના પ્રમુખ રાજેશ ગોર, પૂર્વ પ્રમુખ ધીરજ ઠક્કર, ભુજ તાલુકા સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મહામંત્રી મેહુલ જોષી, બી.આર.સી. કો. ઓર્ડીનેટર ભરત પટોડિયા, જીતેન્દ્ર ઠક્કર, વસંત ગોર , રશ્મિકાંત ઠક્કર સહિતના આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં સભાસદો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રારંભમાં સમૂહ પ્રાર્થના બાદ મંડળીના ઉપપ્રમુખ ભાવેશ મોતાએ સૌને આવકાર્યા હતા, સંસ્થાના માનદમંત્રી હરિસિંહ જાડેજાએ ગત સાધારણ સભાની કાર્યવાહીનું વાંચન કર્યું હતું અને વર્ષ ૨૦૨૩- ૨૪ ના વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા જેને સૌ સભ્યોએ બહાલી આપી હતી. ગત વર્ષ દરમ્યાન મંડળીએ કરેલા રૂ. ૨૧ લાખ ૩૩ હજાર જેટલા નફાનો શ્રેય તેમણે સૌ સભાસદોને આપ્યો હતો. કારોબારી સભ્ય ઉમંગ પરમાર દ્વારા મંડળીએ કરેલા નફાની નિયમાનુસારની ફાળવણી કરવામાં આવી હતી. આ તકે મંડળીની મોબાઈલ એપ એપેક્ષ વેબ સોસાયટીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પ્રમુખ નિલેશ ગોર દ્વારા મંડળીની કાર્યવાહીની પ્રગતિનો અહેવાલ રજૂ કરાયો હતો. તેમણે સભાસદોના હિતમાં ફરજિયાત બચત પર ૫ ટકા વ્યાજ આપવા સાથે ધિરાણ મર્યાદા ૬ લાખ કરવા જાહેરાત કરી હતી જેને સૌએ વધાવી લીધી હતી. સભાસદોના સંતાનો કે જેમણે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધારે ગુણથી ઉતીર્ણ થયેલા હતા તેવા તમામ ૪૪ જેટલા તેજસ્વી તારલાઓનું મીનાબેન પ્રવિણ ભદ્રા પરિવાર, કૃપાબેન રસિકલાલ નાકર પરિવાર તથા તાલુકા મંડળી વતી શિલ્ડ, મેડલ, શૈક્ષણિક કીટ તથા રોકડ પુરસ્કારથી મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવેલ હિમધી ચૌહાણ અને મંડળીના પૂર્વ કોમ્પુટર ઓપરેટર ચિંતન કાપડીનું મંડળી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મંડળીને ભેટ આપનાર ૧૪ જેટલા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.સંજય પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ બાળકોને પ્રોત્સાહિત કરી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે તેમણે આયોજનને બિરદાવી મંડળીને ઉત્તરોતર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી. સભાસદોને સ્થળ પર જ ૧૦ ટકા લેખે ડિવિડન્ડ તથા ફરજિયાત બચત પર વ્યાજની રકમ મળી કુલ રૂ. ૧૨ લાખની રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રસિંહ ઝાલા અને કૃપા નાકરે જયારે આભારવિધિ અશોક જાટીયાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પરેશ મોતા, ધીરજબા વાઘેલા ઉપરાંત મંડળીના કિશોર ડાભી, ઉત્તમ મોતા, આશુતોષ પંડયા, મહેશ બારોટ વગેરેએ જહેમત ઉઠાવી હતી તો મયુર ભાનુશાલી, રવિ સોલંકી, મીત મેર , કરસન ચૌધરી, જીતેન્દ્ર ભીમાણી, અશોક ભાનુશાલી વગેરે ડિવિડન્ડ વિતરણ વ્યવસ્થામાં સહયોગી બન્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button