BHUJGUJARATKUTCH

ભુજની શ્રી પ્રિન્સ ક્રેડિટ કો.ઓપ. હાઉસિંગ સોસાયટી લિમિટેડને સહકારી અધિકારીશ્રી દ્વારા ફડચામાં લઈ જવાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ- ભુજ કચ્છ.

ભુજ, તા- 02 મે : જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભુજના અંતિમ આદેશ મુજબ શ્રી પ્રિન્સ ક્રેડિટ કો.ઓપ. હાઉસિંગ સોસાયટી લિમિટેડ, ભુજને ફડચામાં લઇ જવામાં આવેલી છે. આ મંડળી પાસે જેમનું કંઇ લેણું હોય તેમણે તેમનો હિસાબ/ જરૂરી આધાર પુરાવા સાથે આ નોટીસથી ૬૦ દિવસમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી પાસે નોંધ કરાવવી અથવા રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવી.જો કોઇ રજૂઆત કરવામાં નહીં આવે તો મંડળીના દફતર મુજબની જે કંઇ બાકી હશે તે મુજબ આગળની ફડચો આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે મંડળીના બાકીદારોએ તુરંત જ મંડળીનું ચુકતે લેણું ભરી જવા ફડચા અધિકારી અને સહકારી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!