અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : વડાગામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. – ૩૦ યુનિટ રક્ત એકત્રિત
અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના વડાગામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે જી.એમ.ઇ.આર.એસ બ્લડ બેન્ક હિંમતનગરના સહયોગથી રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પમાં ૩૦ યુનિટ રક્ત એકત્રિત થયું છે, જેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અરવલ્લી જીલ્લાના થેલેસેમિયા, કેન્સર, નવજાત શિશુઓ તેમજ અતિ જોખમી સગર્ભા માતાઓ અથવા જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે અને જીવન બચાવવામાં ઉપયોગમાં લેવાશે.
આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓના સુચન, પ્રચાર પ્રસાર અને સમુદાયોમાં જન-જાગૃતિના પરિણામે ગામજનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું.આ સફળ રક્તદાન કાર્યક્રમમાં ગામલોકો, આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનોનો અદમ્ય ઉત્સાહ અને સહયોગ નોંધપાત્ર રહ્યો. તેમણે પોતે રક્તદાન કરીને અન્ય માટે જીવદાન બનવાનો સાચો ઉપક્રમ કર્યો.
આ ઝુંબેશ દ્વારા રકતદાતા સ્વયં અનેક જિંદગીઓ માટે આશાની કિરણ બની રહેશે. આરોગ્ય વિભાગ તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માને છે. આગામી સમયમાં પણ આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે રક્તદાન કેમ્પોનું વિશેષ આયોજન કરેલ હોઇ જીલ્લા વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અપિલ કરવામાં આવે છે કે રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાઈ, જરૂરતમંદ માટે જીવનદાન આપી સાચી માનવતા દાખવીએ.
—