સુરેન્દ્રનગરમાં S.J વરમોરા મહિલા કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

તા.22/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શ્રીમતી એસ.જે. વરમોરા બીબીએ & બીસીએ મહિલા કોલેજ ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર તથા રોટરી ક્લબ ઑફ વઢવાણ મેટ્રોના સહયોગથી એક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ ૩૯ દાતાઓએ સજાગતાથી રક્તદાન કર્યું હતું આ સેવા યજ્ઞમાં રેડક્રોસના ચેરમેન કલ્પેશભાઈ સંઘવી, સંજયભાઈ સંઘવી, કિરીટભાઈ ત્રિવેદી, કલ્પેશ શાહ, પંકજભાઈ ઉપાધ્યાય તથા રોટરી વઢવાણ મેટ્રોના પ્રમુખ પ્રણવ મહેતા, સેક્રેટરી ઉમંગ શાહ, પ્રોજેક્ટ ચેરમેન મયંક ચાવડા તેમજ કિરીટભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા રોટરીના અન્ય સભ્યો પણ ઉત્સાહભેર હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન કરેલ હતું કોલેજ તરફથી ટ્રસ્ટીઓ, પ્રિન્સીપલ નયનભાઈ, વાઇસ પ્રિન્સીપલ મિતલબેન શાહ, તથા તમામ સ્ટાફ સભ્યો દ્વારા ઉત્તમ સહયોગ આપવામાં આવ્યો હતો વિશેષ કરીને સામાજિક કાર્યકર ગોવિંદકાકાએ બ્લડ ડોનેશનના સમગ્ર આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ કેમ્પનું સંચાલન સી. યુ. શાહ મેડિકલ કોલેજની બ્લડ બેંક દ્વારા શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે કરવામાં આવ્યું હતું.




