ધ્રાંગધ્રા કંટાવા કેનાલ નજીક ચાર જીવને કતલખાને લઈ જતી બોલેરો ઝડપાઈ
તા.27/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા જીવદયા પ્રેમીને મળેલ બાતમી આધારે ધાંગધ્રાના કંટાવા નજીક કેનાલ રોડ ઉપર ચાર ભેંસ ભરીને જતી એક પીકઅપ બોલેરોને જીવદયા પ્રેમીનાં કાર્યકરોએ રોકીને બોલેરો ગાડી ઝડપી પાડી હતી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હવાલે કરી હતી છેલ્લા ઘણા સમયથી કચ્છ, મોરબીથી અમદાવાદ અને ધ્રાંગધ્રા પંથકના ખાસ કરીને રણકાંઠા અને છેવડાના ગામમાંથી અબોલ પશુઓની તસકરી થતી આવી છે જેમાં ધ્રાંગધ્રા ગૌ-રક્ષકો લાંબા સમયથી પોતાની તમામ શક્તિઓ લગાડી અબોલ જીવોને કતલખાને પહોંચાડતા કાળા લોહીયાળ ધંધા ને ડામવા પ્રયત્નો કરતાં રહ્યા છે ત્યારે જીવદયા પ્રેમીના કાર્યકર્તાઓનેને મળેલ બાતમી આધારે ધાંગધ્રા કુડા રોડ ઉપર કંટાવા કેનાલ નજીક ચાર ભેંસ ભરીને જતી એક પીકઅપ બોલેરોને કાર્યકરોએ રોકીને પલાસી લેતા તેમાંથી ચાર ભેંસ ગેરકાયદેસર રીતે ભરીને કતલખાને લઈ જતા હતા જેને ઝડપીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હવાલે કરી હતી.