BHUJGUJARATKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ઓલ્ડ પેન્શન અને પડતર પ્રશ્નો માટે 9 ડિસેમ્બર 2023 શનિવારે પદયાત્રા કરી મહાપંચાયત યોજી આંદોલન કરશે.

૮-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

એક લાખ થી વધારે શિક્ષકો સહિત કર્મચારીઓ કરશે પદયાત્રા.

કચ્છ જિલ્લાના શિક્ષકો સહિત કર્મચારીઓ મોરબી મુકામે આંદોલનમાં ભાગ લેશે.

ગુજરાતના શાળા સંચાલક મહામંડળ પણ મહાપંચાયત માં જોડાશે લેખિતમાં આપ્યો સમર્થન લેટર.

ગુજરાત ના વિવિધ ૧૧ સ્થળો પર મહા પંચાયતો નું થયું આયોજન.

અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ સહિત ૭૦ થી વધુ કર્મચારી મંડળ, ઉત્કર્ષમંડળ, હિત રક્ષક સમિતિઓનો ટેકો.

મહેસાણા, હિંમતનગર, ગોધરા, વડોદરા, ખેડા, નવસારી, સુરત, ભાવનગર, જુનાગઢ, દ્વારકા, મોરબી, માં થશે પદયાત્રા તથા મહાપંચાયત.

ભુજ કચ્છ :- તમામ નવ સંવર્ગોના પદાધિકારીઓ એ વિધાનસભા ચૂંટણી પહેલા આંદોલનના સમાધાન સમયે સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવેલ અને હજુ સુધી ઠરાવ ન કરવામાં આવેલ ૨૦૦૫ પહેલાના ઓલ્ડ પેન્શન યોજના સહિત તમામ શિક્ષકો કર્મચારીઓને પેન્શન મળે તેમજ માગણી કરેલ નવ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોનો આંદોલનના પ્રથમ તબક્કા પછી પણ ઉકેલ ન આવતાં તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે એ હેતુ સર ઠરાવ પસાર કરી સર્વાનુમતે આગામી નવ ડિસેમ્બરના રોજ પદયાત્રા કરી મહાપંચાયતોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, મુખ્ય શિક્ષક HTAT સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નો મહાનગર પાલિકાના પડતર પ્રશ્નો વાર્તાલાપ કરી નિકાલ ન આવે તો ,નવ ડિસેમ્બર ૨૦૨૩,ના રોજ ગુજરાતના વિવિધ સ્થળો પર શિક્ષકો કર્મચારીઓ પદયાત્રા કરી માન.વડાપ્રધાનશ્રી, માન.મુખ્યમંત્રીશ્રી, માન.શિક્ષણમંત્રી, માનનીય મુખ્ય સચિવશ્રીને જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી આવેદનપત્રો આપવામાં આવશે. જેની સંપૂર્ણ તૈયારી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા કરી દેવામાં આવી છે. તાલુકા /જીલ્લા સ્તરે ઓનલાઇન બેઠકો / ફિઝિકલ બેઠકો, શાળા મુલાકાતો, પત્રિકા વિતરણ કરી સફળ આંદોલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વિવિધ સંવર્ગના પ્રશ્નોની મુખ્યત્વે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવી, Htat મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો અને બદલી કેમ્પો સત્વરે યોજાય તે બાબત, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક કર્મચારીઓને શાળા બદલીનો લાભ મળે તે માટે સમિતિની રચના, શિક્ષકોની કાયમી ભરતી, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના બદલી અંગેના તથા અન્ય વિવિધ પ્રશ્નો, ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગના ફાજલ રક્ષણ, આર.ટી.ઇ. એક્ટ લાગુ કરવો 4200 ગ્રેડ પે તેમજ અન્ય, કર્મચારીઓ માટે સાતમા પગાર પંચ મુજબ મોંઘવારી, ઘરભાડું અને વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન થઈ રહ્યું છે.જેમા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ના ચાર અલગ અલગ સંવર્ગના હોદ્દેદારશ્રીઓ પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવી, પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, એચ.ટાટ સંવર્ગના અધ્યક્ષ ભરતભાઈ ભુરીયા, પ્રાથમિક મહામંત્રી રમેશભાઈ ગાગલ, ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર , સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહેશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!