અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર નર્મદે હર ના નાદ સાથે બ્રહ્મ શક્તિ સેનાના યુવાનો નર્મદા પરિક્રમા માં જોડાયા..
ચાણોદ સિધ્ધેશ્વર મહાદેવ મંદિર પીઠાધીશ્વર પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શૈલેશાનંદજી મહારાજ ના માર્ગદર્શન હેઠળ બ્રહ્મ શક્તિ સેના, સનાતન વર્લ્ડ પરિવારના યુવાનોએ ચૈત્ર નવરાત્રીના પાવન માસમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી હતી.હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે આ પ્રવાહ ઉતરવાહીની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે.નર્મદા જિલ્લાના રામપુરા ગામ થી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે.. પવિત્ર નર્મદા નદીના દર્શન માત્રથી ભક્તોના પાપનો નાશ થાય છે આવું ધાર્મિક મહત્વ ધરાવતી પુણ્યસલીલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણ થી સાડા ત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે. પશ્ચિમ તરફથી રામપુર ગામથી તિલકવાડા સુધી તેમજ પૂર્વી તટે તિલકવાડા થી રામપુરા ગામ સુધી જતી નર્મદા પરિક્રમા આશરે ૨૨ કિલોમીટર જેટલા અંતરે થાય છે જેમાં એક વખત હોળીમાં બેસીને નદીને પસાર કરવી પડે છે..આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનુ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધાળુઓની માન્યતા છે. આ પરિક્રમા ના કન્વીનર બ્રહ્મ શક્તિ સેના, સનાતન પરિવાર પ્રદેશ અધ્યક્ષ હર્ષુ પંડ્યા, બ્રહ્મ શક્તિ સેના સંયોજક જપીન ઠાકર દ્વારા વિવિધ જિલ્લાના યુવાનો સાથે ઉત્તર વાહીની પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર પરિક્રમા આયોજન માં હિન્દુ યુવા છાત્ર સંઘ વડોદરા પ્રમુખ મહાવીરસિંહ રાજ, વેદાશ્રમ બ્રિજેશાનંદજી મહારાજ, વ્રતેશ ત્રિવેદી મહારાજ, મહામંત્રી કૌશલ કાકા, અંકિત જોશી તેમજ અન્ય બ્રહ્મ શક્તિ સેના, સનાતન પરિવારના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.