જાંબુઘોડા બોડેલી નેશનલ હાઈવે ઉપર ખાંડીવાવ બસ સ્ટેન્ડ પાસે પંચર પડેલી કારનું ટાયર બદલવા જતા કારમાં પડેલી રોકડ રકમ તેમજ ડોક્યુમેન્ટ નો હાથ ફેરો કરતા અજાણ્યા બાઈક સવારો.
પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા બોડેલી નેશનલ હાઇવે ઉપર આવેલા ખાંડીવાવ બસ સ્ટેન્ડ પાસે પોતાની ફોરવીલ ટવેરા ગાડીને ડ્રાઇવર સાઈડના પાછળના ટાયર ને પંચર પડતા ટાયર જોવા ઉતર્યા બાદ ટાયર ખોલવાનો પ્રયાસ કરનાર જાંબુઘોડા ના ખાખરીયા ગામે હાઇવે ઉપર રેતી નો સ્ટોક ચલાવતા હાર્દિક શાહ બોડેલી ખાતેના પોતાના ઘરેથી સવારના નવ વાગ્યા બાદ પોતાના ઘરેથી ખાખરીયા પોતાના સ્ટોક ઉપર જવા માટે નીકળ્યા હતા જેમાં ઉઘરાણી ના આવેલા 1.80.000 તેમ જ જરૂરી કાગડિયા ની ફાઈલો તેમજ ચેકબુક એવી કીમતી વસ્તુ પોતાની સાથે લઈ ઘરેથી નીકળ્યા હતા તે વખતે ખાંડીવાવ બસ સ્ટેન્ડ પાસે પોતાની ગાડીને પંચર પડેલું લાગતા તેઓ ખાંડીવાવ બસ સ્ટેન્ડ પાસે પોતાની ગાડીને સાઈડમાં ઊભી રાખી નીચે ઉતરી પંચર લાગતા તેઓ ટાયર ખોલવાનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન ટવેરા ગાડીમાં ડાભી સીટ ઉપર મુકેલા 1,80,000 તેમજ તમામ કાગડિયા અને ચેક કોઈ અજાણ્યા બાઈક સવારો આવી ગાડીમાંથી હાથ ફેરો કરી ગયા હતા જ્યારે ટાયર ખોલી રહેલા હાર્દિક શાહને કોઈ કામ અર્થે આગળ જઈને સીટ માં જોતા પોતાની ગાડીમાં પડેલા 1. 80.000હજાર રોકડા તેમજ જરૂરી કાગડો તેમજ ચેક ભરેલું પર્સ ન દેખાતા આજુબાજુમાં બેઠેલા લોકોને આ બાબતે પૂછતા બે જણ એક બાઈક ઉપર આવ્યા હતા અને તેઓ ગાડીમાંથી કઈ લઈને બોડેલી તરફ ગયા હોવાનું કહેતા હાર્દિક શાહે તાત્કાલિક જાંબુઘોડા પોલીસને આ બાબતની જાણ કરતાં જાંબુઘોડા પોલીસે તાત્કાલિક આ અજાણ્યા બાઈક સવારની ખાંડી વાવ થી બોડેલી સુધીના સીસીટીવી ફૂટેજો ચેક કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે
જ્યારે જાંબુઘોડા ખાતે આવેલા પીએસઆઇ પી.આર ચુડાસમા કે જેઓએ અગાઉ પણ બે જુદી જુદી જગ્યાએ થયેલા મર્ડરો અને અપહરણ કરીને માર મારી ફેંકી દેવાયેલા કેસ ને ગણતરીના દિવસોમાં સોલ્વ કરી દીધા હતા તેમજ આ ગાડીમાંથી હાથ ફેરો કરી જનાર બાઈક સવારને પણ શોધી કાઢવામાં સફળ થશે તેમ લોક ચર્ચાઓ ઊઠવા પામી છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર