શિક્ષણના માર્ગે શ્વાનનો આતંક: બોડેલીના ઊંચાપાનમાં શાળાએ જતા બાળકોનો પીછો કરતા કૂતરાઓ, વાલીઓમાં રોષ.

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકાના ઊંચાપાન માં આવેલી પી એમ શ્રી પ્રાથમિક શાળા માં અભ્યાસ અર્થે આસ પાસના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ અભ્યાસ અર્થે પગ દંડી રસ્તે ચાલી ને આવતા હોય છે. બોડેલી ના જેસીંગપુરા ફતેપુર ખરેટી ફળિયા ઘાઘરપુરા સહિત આસપાસના નજીકના ગામડાઓમાંથી શિક્ષણ મેળવવા પગદંડી રસ્તે તેમજ માર્ગ પર ચાલી ને ઊંચાપાન પીએમ શ્રી પ્રાથમિક શાળા સુધી પહોંચતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ અને નાના બાળકોની રાહમાં શ્વાનો નો નું ટોળું એકઠું થઈને વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓને નિશાન બનાવી પીછો કરતા હોય છે. અને વિદ્યાર્થી ઓ પોતાનો જીવ બચાવવા આસપાસના રહેણાંક મકાનનો સહારો લઈ પોતાનો બચાવ કરતા હોય છે. આ શ્વાન ના અનેકવાર વિદ્યાર્થીઓ ઉપર ના અચાનક હુમલાએ બાળકોને ભયભીત બનાવી દીધા છે. જેથી કરીને સ્થાનિક તંત્ર દ્વારા આ શ્વાનના અનેક વાર હુમલા થી કોઈ નિર્દોષ બાળક શ્વાનનો ભોગ ન બને તે ધ્યાને રાખીને શ્વાન ન ને બાળકો ભયભીત થયા છે. તેમાંથી રાહત મળે તે દિશામાં કામ કરે તેવી વાલીઓ તેમજ સ્થાનિક લોકોની માંગ ઉઠી છે
રિપોર્ટર તોસીફ ખત્રી






