વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ,તા-28 મે : કચ્છના ભુજમાં સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે તા. ૨૯/૦૫/૨૦૨૫ ના સાંજે ૦૫.૩૦ કલાકે નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિક સંરક્ષણ દળની વિવિધ તૈયારીઓ, કોઈપણ પ્રકારના હુમલાઓની સામે પૂર્વ તૈયારીઓ, સુરક્ષા દળો અને સરકારના વિવિધ વિભાગો વચ્ચે સુચારૂ સંકલન અને કોઈપણ પરિસ્થિતિમાં નાગરિકોના રક્ષણ માટેની તૈયારીઓની સમીક્ષા હેતુ આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલમાં નાગરિક સંરક્ષણ સ્વયં સેવકોનું મોબીલાઈઝેશન, હવાઈ હુમલા સમયેની સર્તકતા, નાગરિક સંરક્ષણ અને વિવિધ સુરક્ષા દળો વચ્ચે હોટલાઈનથી કોમ્યુનિકેશન, બ્લેકઆઉટ પ્રોટોકોલનું પાલન વગેરે બાબતોને આવરી લેવામાં આવશે.