કાલોલ તાલુકા ના ભાદરોલી ખુર્દ ગ્રામ પંચાયતના વીસીઈ દ્વારા હુમલા ની વેજલપુર પોલીસ મથકે ફરિયાદ
તારીખ ૧૩/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ના ભાદરોલી ખુર્દ ગ્રામ પંચાયતમાં રાશન કાર્ડ માં નામ કમી ના દાખલો લેવા જતા વીસીઈ ઠાકોરસિંહ બળવંતસિંહ પરમાર દ્વારા અસારડી ગામના સામાજીક કાર્યકર હસમુખકુમાર ગણપતસિંહ રાઠોડ ઉપર હુમલો કરી બચકુ ભરી લોહીલુહાણ કરતા તેનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી.કાલોલ તાલુકાના ભાદરોલી ગ્રામ પંચાયતના કર્મચારી છેલ્લા ત્રણ મહિના થી સમીરસિંહ રાઠોડ ની પત્ની નો રેશનકાર્ડ માંથી નામ કમી નો દાખલો મેળવવા ધક્કા ખવડાવતા હતા હતા અને સમીરસિંહ રાઠોડ તેઓને રેશનકાર્ડ માંથી નામ કમી નો દાખલો કાઢી નહિ આપતા અને દાખલો કાઢી આપવાની રજુઆત કરતા ભાદરોલી ખુર્દ ગ્રામ પંચાયતના તલાટી દિલીપભાઈ ખાટે કાઢી આપવાનું જણાવતા તલાટી ક્રમ મંત્રી એ દાખલો કાઢી આપવા માટે ગ્રામ પંચાયતના વીસીઈ ઠાકોરસિંહ બળવંતસિંહ પરમાર ને ગ્રામ પંચાયત માં બોલાવ્યો હતો અને અરજદાર ને દાખલો કાઢી આપવાનો જણાવેલ જેથી વીસીઈ ઉશ્કેરાઈ જઈને માબેન સમાણી ગંદી ગાળો બોલી હુ બોલાવું ત્યારે આવવાનું તમારી ઉતાવળે નહી થાય તેવું કહેતા ફરિયાદી મોબાઈલ થી રેકોર્ડિંગ શરૂ કરતા આરોપી એ મોબાઈલ ખુંચવી લીધો હતો અને મોબાઈલ પરત માંગતા ફરિયાદીનું ગળુ પકડી ગાળો બોલી ગડદા પાટુ નો માર માર્યો હતો બુમાબુમ થતા વીસીઈ એ ફરિયાદી ની આંખ નજીક બચકુ ભરી લેતા ચામડી ફાટી જતા લોહી નીકળ્યુ હતુ અને ત્યારબાદ નોકરી છોડી દઈશ પણ તને જીવતો નહી છોડુ તેવી ધમકીઓ આપી હતી જે બાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ વડોદરા ખાતે એસ એસ જી હોસ્પિટલ માં રિફર કરવામાં આવ્યા હતા જે બાદ રજા આપતા આજ રોજ બુધવારે સર્વ સમાજના અગ્રણીઓ ની હાજરીમાં વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.