સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ નિવારણ કેન્દ્ર કાર્યરત કરાયું
ફરિયાદ નિવારણ કેન્દ્રના માધ્યમથી અત્યાર સુધીમાં 1475 ફરિયાદોનું નિરાકરણ
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ફરિયાદ નિવારણ કેન્દ્રના માધ્યમથી અત્યાર સુધીમાં 1475 ફરિયાદોનું નિરાકરણ
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના નાગરિકોની પાણી, રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવવા 7 માર્ચ, 2025 ના રોજ હેલ્પલાઇન નંબર 02752 284406 તથા E-Mail: grievance.snmc@gmail.com જાહેર કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે કાર્યરત આ “ફરિયાદ નિવારણ કેન્દ્ર” ખાતે મેં 2025 સુધીમાં પાણી સંબંધી 392 ફરિયાદો મળી હતી જે પૈકી 329 ફરીયાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે વધુમાં ગટર સંબંધિત 113 ફરિયાદો પૈકી 88 ફરિયાદો, રોડ સંબંધિત 19 ફરિયાદો પૈકી 15 ફરિયાદો, ઈલેક્ટ્રીક સંબંધિત 906 ફરિયાદો પૈકી 887 ફરિયાદો, સ્વચ્છતા સંબંધીત 180 ફરિયાદો પૈકી 120 ફરિયાદો અને અન્ય ૪૭ ફરિયાદો પૈકી 36 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો આમ, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના “ફરિયાદ નિવારણ કેન્દ્ર” ખાતે અત્યાર સુધીમાં કુલ 1657 ફરિયાદો મળેલ છે જે પૈકી 1475 ફરિયાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે જ્યારે બાકી રહેલી 182 ફરિયાદોના નિવારણની કામગીરી ચાલી રહી છે.