GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બેઢીયા ખાતે ખેતરમાંથી ઘાસના પૂળા લઈ જવા બાબતે મારામારી અને ઝપાઝપી થતા સામસામી બે ફરિયાદ

 

તારીખ ૧૬/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

બેઢીયા ખાતે ગુલાબસિંહ ની મુવાડી માં રહેતા કોકીલાબેન રામસિંહ ચૌહાણ દ્વારા ચાર સામે ફરિયાદ નોંધાવી જણાવેલ કે તેઓ પોતાના ઘરે હતા ત્યારે ફરિયાદીના ખેતરમાં રાત્રિના સમયે ઘાસના પૂળા કોઈ લઈ ગયું હોવાથી તેઓના દિયર વિજય ઘરમાં રહીને ગાળો બોલતા હતા અને ખેતરમાંથી ઘાસના પૂરા ત્યાં કોણ લઈ ગયું તેવું બોલતા હતા ત્યારે નરેન્દ્રસિંહ અને રણજીતસિંહ તથા વનરાજસિંહ ત્યાં આવી ગયા હતા અને તું અમને ગાળો કેમ બોલે છે તેમ કહી જપાજપી કરી મારામારી કરી હતી રણજીતસિંહે લાકડી લઈને છોડાવવા પડનાર મનોજ ને ઈજાઓ કરી હતી તેમજ વિપુલભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે ફરિયાદ નોંધાવી હતી જયારે સામે પક્ષે રણજીતસિંહ બળવંતસિંહ ચૌહાણ દ્વારા ફરિયાદ નોંધાવી જણાવેલ કે તેઓ તેઓના મિત્ર વનરાજસિંહ અને નરેન્દ્રસિંહ સાથે બસ સ્ટેન્ડ તરફ મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે વિજયસિંહ હાથ ઊંચા કરી કરીને ગાળો બોલતો હતો જેથી તેઓએ ગાળો બોલવાની ના પાડતા મનોજસિંહ રામસિંહ અને વિજયસિંહ ગેમસિહે ઝપાઝપી કરી ગડદા પાટુ નોમાર મારવા લાગ્યા હતા તે સમયે છોડાવવા પડનાર હિતેશ ને મનોજસિંહ ચૌહાણ દ્વારા ગાલ ઉપર ચપ્પુ મારી દેતા લોહી નીકળ્યુ હતુ જે બાબતે ફરિયાદ નોંધાવી હતી પોલીસે બન્ને પક્ષ ની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!