તા.13/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકામાં અઢી વર્ષની ટ્રમ પૂરી થતા હોદેદારોને નિમણૂક કરવામાં આવી છે પરંતુ હોદ્દેદારોની નિમણૂક બાદ ક્યાંક પણે કાચું કપાયું હોય તેવું સામે આવ્યું છે જોકે સેન્સ પ્રક્રિયા ભાજપ પક્ષ દ્વારા હાથ ધરવામાં આવી હતી જિલ્લાની તમામ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ તથા મુખ્ય જિલ્લા પંચાયત ભાજપના હાથમાં છે ત્યારે સત્તા માટે અનેક પ્રકારના પ્રયાસો ચૂંટાયેલા સભ્યો દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ સેન્સ પ્રક્રિયામાં પણ અમુક નામોની ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બિનહરીફ હરેકૃષ્ણભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે પરંતુ આ નિમણૂક બાદ કાચું કપાયા હોવાનું ચર્ચા રહ્યું છે સડલા જિલ્લા પંચાયત બેઠકના જીતેલા ઉમેદવાર હરેકૃષ્ણભાઈ પટેલને જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારે મૂળી તાલુકાની સડલા સેવા સહકારી મંડળીમાં પડેલા 1.10 કરોડની ઉચાપતમાં હરેકૃષ્ણ ભાઈ પટેલ સામે મૂળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે આ ઉપરાંત તેમના પિતા બચુભાઈ પટેલ સામે પણ ગુનો દાખલ થયો છે ખોટા પુરાવા ઉભા કરી અને કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવાનો આક્ષેપ સાથે ફરિયાદ પણ દાખલ થઈ છે તેવા જિલ્લા પંચાયતના સભ્યોને પ્રમુખ પદે બેસાડવામાં આવતા વિવાદ વકર્યો છે સોશિયલ મીડિયા ઉપર કાચું કપાયા હોવાનો મેસેજ વાયરલ થયો છે બીજી તરફ સાયલા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે રામસગભાઈ રઘુભાઈ બોહકીયાની નિમણૂક કરવામાં આવી છે પરંતુ રામસંગભાઇ ત્રણ સંતાન ધરાવતા હોવા છતાં પણ થયેલા તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા જીત્યા ત્યાર બાદ ગઈકાલે જે પ્રમુખ પત્ની જાહેરાત કરવામાં આવ્યું છે જેમાં ત્રણ સંતાન હોવા છતાં પણ રામસંગભાઇ રઘુભાઈને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવતા વિવાદ વકર્યા હોવાનું સામે આવ્યું છે આ અંગે વિરોધ પક્ષના નેતાઓએ તંત્રને રજૂઆત કરી છે સામાન્ય રીતે ત્રણ સંતાન હોવાના કારણે નગરપાલિકા તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકાતી નથી હોતી પરંતુ આ લડી પણ ગયા અને અઢી વર્ષ સુધી રાજ પણ કર્યું અને હવે પ્રમુખ પણ બન્યા ત્યારે બીજી તરફ પાટડી નગરપાલિકાના પ્રમુખ તરીકે ચેતનાબેનને જાહેર કરવામાં આવ્યા છે પરંતુ ઠાકોર સમાજને આ મંજૂર નથી ઠાકોર સમાજના ગીતાબેનને પ્રમુખ બનાવવામાં આવે તે માટે બેઠક પણ યોજવામાં આવી હતી અને આ બેઠકમાં ભાજપના ધારાસભ્ય જિલ્લા પ્રમુખ પણ હાજર રહ્યા હતા છતાં પણ જાહેરાત થઈ ત્યારે ગીતાબેનને કારોબારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જોકે ગીતાબેનને આ પદ સંભાળ્યું નથી અને કારોબારી ચેરમેન પદ નથી જોઈતું તેમ કહી અને નગરપાલિકા બહાર સમર્થકો સાથે બેસી ગયા હોવાનું સામે આવ્યું છે આજે ગીતાબેન અને ઠાકોર સમાજના અગ્રણીઓ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મળવા જશે તેવી ચીમકી આપવામાં આવી છે બીજી તરફ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કર્યા બાદ મામલો ગરમાયો હતો જે સમયે નગરપાલિકાના બેઠક હોલમાં તમામ સભ્યો અને આગેવાનો બેઠા હતા તે દરમિયાન કવર ખોલી અને આ પ્રકારની જાહેરાત કરવામાં આવ્યા બાદ મામલો ગરમાતા માજી પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય સાથે અન્ય સભ્યોની બોલાચાલી થઈ હોય અને મામલો ઉગ્ર બની ગયો હોય તેવી ચર્ચબહાર આવી છે તો કે થોડીવાર પછી આ ચર્ચા શાંત પડી ગઈ હતી અને પાણીના ઢાળે પાણી ઉતરી ગઈ તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી ત્યારે ઉલ્લેખના છે.