વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી,તા-12 એપ્રિલ : ભારત સરકારના ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હસ્તકના સીએસસી ગવર્નન્સ ઇન્ડિયા લિમિટેડના બિદડા ખાતેના કાર્યરત કોમન સર્વિસ સેન્ટર દ્વારા સરકારના ઈ-કોમર્સ ના લક્ષ્યને ધ્યાને લઈ ટાટા ગ્રુપ ઓફ કંપનીના ક્રોમા ઈ-સ્ટાર શુભારંભ માંડવી મધ્ય માંડવી-મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તથા અનેક યુવાઓના માર્ગદર્શક તેમજ રાષ્ટ્રીય અંગદાન જાગૃતતાના પ્રેરક શ્રી દિલીપભાઈ દેશમુખ (દાદા) ના કરકમળો દ્વારા કરવામાં આવ્યો હતો. ઇ-સ્ટોર ના માધ્યમથી સરળ હપ્તે ગુણવત્તા યુક્ત ઘર વપરાશના તમામ ઇલેક્ટ્રોનિક સંસાધનો મળી રહેશે તેમજ રોજગારીની તકો સર્જાશે.
સીએસસીના કચ્છ જિલ્લા અધિકારી પ્રિતેશભાઈ પરમાર તથા સંચાલક ભરતભાઈએ સીએસસી દ્વારા અપાતી સરકારી તથા બિનસરકારી સેવાઓ અને ગ્રામીણ સ્ટોર તેમજ બિદડા સેન્ટર કરેલ પ્રવૃત્તિઓ વિશે અવગત કરાવતા જણાવ્યું હતું કે સીએસસી ગવર્નન્સ એ ભારત સરકારના ડિજિટલ ભારતના સપનાને સાકાર કરવા માટે છેવાડાના ગામડાઓ સુધી વિવિધ સરકારી સેવાઓ તેમજ દેશની વિવિધ સંસ્થાઓ અને બ્રાંડો સાથે જોડાઈ ગ્રામીણ ઇ-સ્ટોર દ્વારા ઈ-કોમર્સની સેવાઓ પૂરી પાડે છે. ટૂંકમાં B2C એટલે બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર, અને G2C એટલે સરકાર-ટુ-નાગરિકની તમામ સરકારી બિન સરકારી સેવાઓ એક જગ્યાથી મળી રહે એવા સીએસસી સેન્ટરો ભારતભરમાં કાર્યરત છે બિદડા ખાતે વર્ષ 2015 થી કાર્યરત સીએસસીને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ કોમન સર્વિસ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે જેને રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ વખત પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે સાથે રાજ્ય અને જિલ્લા કક્ષાએ વિવિધ સરકારી યોજનાઓ માટે સન્માન મળી ચૂક્યું છે તેમજ પૂર્વ આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મ દ્વારા સેન્ટરને ત્રણ વખત બિરદાવેલ તેમજ વર્ષ 2022 માં ત્યારના રાજ્ય કૃષિ અને ખેડૂત વિભાગના રાજ્યમંત્રીશ્રી કૈલાશ ચૌધરીએ બિદડા સેન્ટરની મુલાકાત લઈ સંચાલક તેમજ સીએસસીની ટીમનું સન્માન કરેલ આ સેન્ટર ખાતે કલેકટરશ્રી, પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આરબીઆઈ ઓડિટર, મામલતદાર શ્રી, આરોગ્ય વિભાગના, બેન્કિંગ સેક્ટરના, ઇન્સ્યોરન્સ સેક્ટરના, તેમજ રાજ્ય જિલ્લા કક્ષાના અધિકારીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ મુલાકાત લઈ ચૂક્યા છે.
ઉલ્લેખની છે કે ઓક્ટોબર 2023 માં નવરાત્રી પાંચમના દિવસે બિદડા ખાતે ધારાસભ્ય અનિરુદ્ધ દવે તેમજ ક્રોમા મેનેજર જેવીન શેઠ વગેરેના હસ્તે કરવામાં આવ્યો હતો. જ્યારે ગઢસીસામાં ગત નવરાત્રી ના પાંચમના દિવસે ગઢસીસા ચંદ્રનિકેતન અંબે ધામના ચંદુમાં તથા ભાગવત આચાર્ય શાસ્ત્રી શ્રી કશ્યપ જોશી ભાડીયાવાળા ના હસ્તે કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે જાન્યુઆરી 2025 માં સીએસસી ગ્રામીણ ઇ-સ્ટોર હેઠળ પોણા કરોડનો ટર્ન ઓવર કરી રાજ્ય કક્ષાએ બિદડા સેન્ટરને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ સીએસસી ના કેન્દ્રીય અધિકારી ગ્રુપ પ્રેસિડેન્ટ ભગવાન પાટીલે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સંચાલક ભરતભાઈ સંઘારને સન્માનિત કર્યા હતા.
સીએસસી સેન્ટર વિશે માહિતી મેળવતા દેશમુખ દાદાએ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો અને સીએસસી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય અનિરુદ્ધ દવે સુભાષિત સાથે જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓ વિસ્તારના તમામ લોકો સુધી પહોંચાડવા માટે કંઈક વિશેષ આયોજન કરવું જોઈએ સાથે આ ક્ષેત્રે યોગ્ય કાર્ય અને મહેનત કરી શ્રેષ્ઠ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમ માંડવી તાલુકા મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી, પી. આઈ. સી.વાય.બારોટ, પૂર્વ પ્રમુખ નગરપાલિકા નરેન્દ્ર પીઠડીયા, ઉદ્યોગપતિ નિત્યાનંદ જાની, કચ્છ પ્રદેશ રાજકીય આગેવાન સુરેશ સંગાર, કાનજી ધીંધા (ભુવા શ્રી ગાત્રાળ માતાજી), શિવજીભાઈ સંઘાર એપીએમસી માંડવી, રાણશી ગઢવી મંત્રીશ્રી કિસાન મોરચો, મુકેશભાઈ સેગાણી, બજાજ ફાઇનાન્સ ના અંકિત જોશી, દર્શનભાઈ ગોસ્વામી પ્રમુખશ્રી માંડવી શહેર ભાજપ, એચડીએફસી બેન્ક ટીમ, ડો. કે.વી.વરિયા, બાર એસોસિએશન પ્રમુખ ખેરાજ ગઢવી, દેવજીભાઈ રાબડીયા, એલ.આઈ.સી.ના કરણ ગઢવી, એલસીબીના મૂળરાજ ગઢવી, લીલાભાઈ, જયસુખભાઈ, ભરત ડગાળા, સંજય મહેતા, જીવરાજભાઈ કચ્છ મિત્ર, તથા સામાજિક અને રાજકીય મહાનુભવો જોડાયા હતા. વિનોદભાઈ અને હરિભાઈએ મહેમાનોને આવકારી સન્માનિત કર્યા હતા. ધર્મગુરુ કેતન શાસ્ત્રીય શાસ્ત્રોત વિધિ કરાવી હતી. વ્યવસ્થા મેઘરાજભાઈ, રોનકભાઈએ સંભાળી હતી. આભાર વિધિ શીતલબેન તથા ગજાનંદ ભાઈએ કરી હતી. સંચાલન ભરતભાઈ સંગારે કરી હતી.