DAHODDAHOD CITY / TALUKOGUJARAT

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ દાહોદ પોલીસ એક્શનમાં આંતરરાજય સરહદો પર સધન વાહન ચેકિંગ 

તા.૨૨.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ભાવનગર લઠ્ઠાકાંડ બાદ દાહોદ પોલીસ એક્શનમાં આંતરરાજય સરહદો પર સધન વાહન ચેકિંગ

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. બૂટલેગરો અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે દાહોદ પોલીસે કમર કસી લીધી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની આંતરરાજ્ય સરહદો ધરાવતા દાહોદ જિલ્લામાં પોલીસે અભેદ કિલ્લેબંધી કરી દીધી હતી દાહોદ પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ગુજરાતને જોડતી તમામ સરહદો ઉપર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ શંકાસ્પદ નાના-મોટા વાહનોને રોકીને તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર દેશી-વિદેશી દારૂ કે કેમિકલની હેરાફેરી અટકાવવા માટે પોલીસ રાત-દિવસ એક કરી રહી છે.આ તમામ સંવેદનશીલ પોઈન્ટ્સ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ કર્મીઓ દરેક વાહનની ડીકી, સીટો અને સામાન ચેક કર્યા બાદ જ તેમને ગુજરાતની સરહદમાં પ્રવેશવા દઈ રહ્યા છે. ભાવનગર જેવી ઘટના દાહોદ કે ગુજરાતના અન્ય કોઈ ખૂણે ફરી ન સર્જાય તે માટે ગૃહ વિભાગના આદેશ બાદ દાહોદ પોલીસ લાલઆંખ કરીને બેઠી છે.પોલીસના આ કડક વલણને પગલે બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે જેથી કરીને કોઈપણ ગુપ્ત રસ્તેથી નશીલા પદાર્થો ઘુસાડી ન શકે

Back to top button
error: Content is protected !!